અમદાવાદ રાજ્યમાં નવી સરકાર ઘડવા માટેનું બીજા તબક્કાનું મતદાન ( Second Phase Poll )મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પાંચમી ડીસેમ્બરે યોજાશે. આ તબક્કાના ઉમેદવારોને લઇને મતદારોને જાગૃત કરતી વિવિધ માહિતી ઉપલબ્ધ થઇ રહી છે. ગુજરાત ઈલેક્શન વોચ અને એડીઆર ( ADR Report ) દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના બીજા તબક્કાના ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતને લઈને રીસર્ચ હાથ ધર્યું હતું. ઉમેદવારોએ રજૂ કરેલ સોંગદનામાં તેમણે તેમની શૈક્ષણિક લાયકાત રજૂ કરી છે. તેના વિશ્લેષણ પર નજર કરીશું તો ખબર પડશે કે આપણા ભાવિ નેતા કેટલું ભણેલા છે.
બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. પાંચ ડિસેમ્બરે ( Second Phase Poll )તેમના ભાવિનો ફેંસલો થશે. આ ઉમેદવારોએ કેટલું શિક્ષણ મેળવ્યું છે, તે જાણવું જરૂરી છે. એ જાણી લો કે 61 ટકા ઉમેદવારો ભણવામાં નબળાં છે.
બીજા તબક્કામાં ગ્રેજ્યુએટ ઉમેદવાર બીજા તબક્કાના ( Graduate candidate in second phase ) કુલ 833 ઉમેદવારો ( Total 833 candidates in second phase ) માંથી 505(61 ટકા) ઉમેદવારોએ ધોરણ 5થી 12 સુધીનો જ અભ્યાસ ( 5 to 12 std pass in second phase ) કર્યો છે. જ્યારે ફકત 264 (32 ટકા) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે અને 27 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે. 32 ઉમેદવારને માત્ર લખતાંવાંચતાં આવડે છે. જ્યારે 5 ઉમેદવાર નિરક્ષર ( Illiterate Candidates ) છે એવું તેમણે રજૂ કરેલ ( Gujarat Assembly Election 2022 ) સોંગદનામામાં જણાવ્યું છે.70 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ( Highly Educated candidates ) છે તેમ જ 10 ઉમેદવાર ડોક્ટરેટની ડિગ્રી મેળવી હોય એવા છે.
બીજા તબક્કામાં 5થી 12 પાસ કેટલા? ધોરણ 5 ભણેલા 61 ઉમેદવાર, ધોરણ 8 ભણેલા 116 ઉમેદવાર, ધોરણ 10 પાસ 162 ઉમેદવાર અને ધોરણ 12 પાસ 166 ઉમેદવાર ( 5 to 12 std pass in second phase ) છે.
80 વર્ષથી વધુની ઉંમરના ઉમેદવાર ઉમેદવારોની ઉંમર જોઈએ તો કુલ 284(34 ટકા) ઉમેદવારો 25થી 40 વર્ષના છે. 430(52 ટકા) ઉમેદવારો 41થી 60 વર્ષના છે. 118(14 ટકા) ઉમેદવારો 61થી 80 વચ્ચેના વર્ષના છે. જ્યારે એક ઉમેદવાર 80 વર્ષથી ( Candidate above 80 years of age ) ઉપરના છે.
બીજા તબક્કામાં મહિલા ઉમેદવાર બીજા તબક્કાની ચૂંટણીમાં ( Second Phase Poll ) કુલ 833 ઉમેદવારોમાંથી માત્ર 69(8 ટકા) જ મહિલા ચૂંટણી ( Women candidate in second phase ) લડશે. 2017માં કુલ 822 પૈકી 61(7 ટકા) મહિલા ઉમેદવારો હતા. 21 અપક્ષમાં મહિલા ઉમેદવારો છે. ભાજપમાંથી 8, કોંગ્રેસમાંથી 7 અને આમ આદમી પાર્ટીમાંથી 1 મહિલા ઉમેદવાર ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) લડી રહી છે.