સુરત સુરત ટેક્સટાઇલ માર્કેટ (Surat Textile Market ) માં આજે હર્ષ સંઘવી ( Harsh Sanghvi )એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માં પોતાના પ્રચાર માટે પદયાત્રા કરી ભવ્ય રોડ શો કર્યો હતો. તેમની વિધાનસભા બેઠકના મોટા ભાગના મતદારો વેપારીઓ તેમના જ વિસ્તારમાં રહે છે. જેથી કાપડ વેપારીઓ પાસે જઈ ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. આ રોડ શો પદયાત્રા મિલેનિયમ માર્કેટ 2 થી મિલેનિયમ માર્કેટ 1 સુધી ચાલી હતી.
હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીની ચુટકી લીધી હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સામાન્ય નથી. એક તરફ દેશને તોડવાવાળા લોકો છે તો પછી બીજી તરફ તમારા જેવા દેશભક્તો વચ્ચેની આ ચૂંટણી છે. એક તરફ લાખો કરોડો લોકો દેશને સશક્ત બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ દેશને ખોખલા કરવાની સાજિશો કરવામાં આવી રહી છે. તમે લોકો એમને ઓળખો છો કે નહીં? મને લાગ્યું તમારા કાપડ માર્કેટના લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચશે. આજકાલ ગુજરાતના ખૂણે ખૂણે એ લોકો ફરી રહ્યા છે. પાંચ રૂપિયાની થેલીમાં પેરાસીટામોલ દવાઈને હેલ્થ મોડલ કહેવાવાળા લોકોને તમે ઓળખો છો કે નહીં? તો બીજી બાજુ કોંગ્રેસ છે. આજે રાહુલ ગાંધી ( Rahul Gandhi ) ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધી જ્યારે પણ ચૂંટણીઓમાં ગુજરાતમાં આવે છે ત્યારે તેમના પાર્ટીના કાર્યકર્તાઓ માટે તેઓ ઉલટી આંધી લઈને આવે છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા છોડી ગુજરાતની ચૂંટણીઓમાં આવીને ગુજરાતમાં શું કરશે? ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તા ઘણા દિવસથી ચિંતિત છે. ગુજરાતમાં આવી રહ્યા છે કંઈ નવું કરીને ( Harsh Sanghvi Remark on Rahul Gandhi ) જશે. તમે એમને ઓળખો છો કે નહીં?
આ ગુજરાતને બનાવવામાં આપણા સૌની રાત દિવસની મહેનત હર્ષ સંઘવી ( Harsh Sanghvi )એ જણાવ્યું કે આપણે સૌ સુરતના એક એક નાગરિકોએ સાથે મળી આ સુરતને બનાવ્યું છે. ભલે તમારી જન્મભૂમિ અલગ અલગ રાજ્યમાંથી હોય પરંતુ તમારી અને મારી કર્મભૂમિ સુરતની છે. આ ગુજરાતને બનાવવામાં આપણે સૌએ મળીને રાત દિવસ મહેનત મોદીના હાથ મજબૂત કર્યા છે. નરેન્દ્ર મોદીએ 2002 થી ગુજરાતને બનાવા માટે જે પ્રકારે મહેનત કરી છે.એમાં આપ સૌનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. તમે બધાએ આ ગુજરાત બનાવ્યું છે એટલે જ તમારી અને મારી ગુજરાતને બદનામ કરવાનો હક કોઈનો નથી. આપણી ધરતીને બદનામ કરવાવાળા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે. તે માટે હું આપ સહુ પાસે વિનંતી કરવા આવ્યો છું. સુરતની ભારતીય જનતા પાર્ટીની બધી જ વિધાનસભાને એકસાથે મળી વિજયી બનાવી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે.