અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની ગેરન્ટીઓ આપી રહી છે. આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી હોય તેમ રાહુલ ગાંધી અમદાવાદમાં પહેલા જ પ્રચારમાં આવીને આઠ વચનો (Guarantees of Political Parties) આપી ગયા હતા. તેવી જ રીતે તેની અગાઉ આમ આદમી પાર્ટીના સુપ્રીમો જેટલી વાર ગુજરાત આવ્યા ત્યારે એક એક ગેરંટી આપતા ગયા છે. કેજરીવાલ અત્યાર સુધીમાં વિજળી, શિક્ષણ સહિત 5 ગેરંટી આપી ગયા છે. હવે ગુજરાતી પ્રજા નક્કી કરશે કે મફત કોનું લેવું અને કેટલું લેવું? સામાન્ય રીતે ગુજરાતી પ્રજા લલચાતી નથી. પણ રાજકીય પક્ષોની મફત ઓફરો આકર્ષક છે. સામે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. જેથી મતદાર કઈ તરફ ઢળશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
રાહુલ ગાંધીના વાયદાઓ: જો કોંગ્રેસ સત્તામાં આવી તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ (Congress Guarantees for Gujarat) કરી દેવાશે. એટલું જ નહીં, કોરોનામાં મોતને ભેટેલા ત્રણ લાખ લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપશે. ખેડૂતોને વીજળી બિલ માફ (Farmers Electricity bill waiver ) કરવાની સાથે કોંગ્રેસ ત્રણ હજાર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરશે. તેમજ કન્યાને મફતમાં શિક્ષણ આપશે. દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયાની સબસિડી, હાલ 1,000 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં અપાશે તેવું વચન રાહુલ ગાંધીએ સભામાં આપ્યું હતું. બેરોજગારીનો મુદ્દો (Gujarat Unemployment issue) ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો 10 લાખ યુવાનોને નોકરી અપાશે.
AAPએ આપી ગેરન્ટી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Guarantees) આ વખતે શિક્ષણ, આરોગ્ય, મફત વિજળી, મહિલાઓની સન્માન રાશિ પેટે 1,000 રૂપિયા આપવાની ગેરન્ટી આપી છે. અરવિંદ કેજરીવાલે રોડ શોમાં જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે દરેક પરિવારને મફતમાં વીજળી મળશે. તે ઉપરાંત લોકોના તમામ જુના વીજળી બિલ માફ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવી તો 1 માર્ચથી લોકોના વીજળીનું બિલ શૂન્ય આવશે. તે સિવાય 18 વર્ષથી ઉપરની વયના બહેનોના એકાઉન્ટમાં દર મહિને મહિલાદીઠ 1000 રૂપિયા આપવામાં આવશે. જ્યાં સુધી લોકોને રોજગારી નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ ઘોષણા કરી છે.
આવી યોજના આ પહેલી વાર નથી લાવવામાં આવી: એવું નથી કે, ફક્ત ઉત્તરપ્રદેશમાં આવી યોજના આવી છે અથવા આ પહેલી વાર સરકાર લાવી છે. અખિલેશ યાદવ મફત સાઈકલ અને લેપટોપ વેંચીને 5 વર્ષ સુધી સત્તામાં રહી ચૂક્યા છે. ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય પોષણ મિશન યોજના (National Nutrition Mission Plan) અંતર્ગત પ્રેશર કુકર વેંચવામાં આવી રહ્યા છે. ઝારખંડમાં મફત લુંગી-સાડી વિતરણ યોજના ચાલી રહી છે, જે અંતર્ગત 58 લાખ રાશનકાર્ડ ધારકોને 10 રૂપિયામાં લુંગી અને સાડી વેંચવામાં આવી રહી છે. તો છત્તીસગઢમાં 2005થી 2018 સુધી ચરણ પાદુકા સ્કીમ (Charan Paduka Scheme) ચાલી હતી. તેમાં દિપડાના પાંદડા એકઠા કરનારા આદિવાસી લોકોને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે એક જોડી જૂતાની જોડી આપવામાં આવતી હતી. ભૂપેશ બઘેલની સરકારે 3 વર્ષ પહેલા જૂતા આપવાના બંધ કરી દીધા હતા, પરંતુ તેની જગ્યાએ રોકડ રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું.
મફત ચોખા અને અમ્મા કેન્ટિને બતાવ્યો મત ભેગા કરવાનો રસ્તોઃ દક્ષિણ ભારતના રાજ્યોમાં મફથવાળી સ્કીમ ખૂબ જ પ્રખ્યાત રહી છે. તમિલનાડુમાં અન્નાદુરૈએ વર્ષ 1967માં મફત ચોખાની સ્કીમ શરૂ કરી હતી. આની જોરદાર સફળતા પછી દરેક પાર્ટીના મેનિફેસ્ટોમાં મફતવાળી સ્કીમ આવી ગઈ. વર્ષ 2006ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે (DMK)ના નેતાઓએ કલર ટીવી અને મફત ચોખા આપવાનું વચન આપ્યું હતું. ગયા વિધાનસભા ચૂંટણીમાં તો ત્યાં મિક્સી ગ્રાઈન્ડર, કુકર, સ્ટવની સાથે 1,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કેટલાક દળોએ કરી હતી. મફત સ્કીમની અસર આ રહ્યો કે, 31 માર્ચ 2020 સુધી તમિલનાડુ પર 4.87 લાખ રૂપિયાનું દેવું હતું.
મફતવાળી રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ નંબર વન પરઃ મફત વીજળી, મફત પાણીના સૂત્રો દિલ્હીના લોકોને એટલો ગમ્યો કે ભારી બહુમતિથી અરવિંદ કેજરીવાલની સરકાર ફરી બીજી વખત બનાવી દીધી. દિલ્હી સરકારે વર્ષ 2019-20માં મફત પાણી સ્કીમ પર 468 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. દિલ્હીમાં 20 હજાર લિટર સુધીના પાણીના ઉપયોગ પર ઝીરો બિલ આવે છે. મહિલાઓને મફતમાં બસ યાત્રા કરવાની જાહેરાત દિલ્હી સરકારે ચૂંટણીના કેટલાક મહિના પહેલા જ કરી હતી. રાજ્ય સરકારનો દાવો છે કે, આની પર 108 કરોડ રૂપિયા ખર્ચ આવ્યો છે. દિલ્હી સરકારે જાહેર કરેલા રિપોર્ટ કાર્ડના મતે, વર્ષ 2018-19માં તેમણે સબસિડી પર 1,700 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ત્યારબાદ રાજ્ય સરકારોને પણ નવી ફોર્મ્યુલા મળી ગઈ છે. ઝારખંડની હેમંત સોરેન સરકાર 100 યુનિટ વીજળી મફત આપી રહી છે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં પણ આ હોડ મચી છે કે, કઈ પાર્ટી સત્તામાં આવવા પર વધુ મફત સ્કીમ આપશે.
કોરોનાએ સ્પર્ધા વધારી દીધીઃ કોરોના કાળમાં લૉકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે ગરીબ લોકો માટે મફતવાળી અનેક યોજના શરૂ કરી હતી. બીજી લહેર પછી કેન્દ્ર સરકારે 80 કરોડ લોકોને દિવાળી સુધી મફત રાશન વિતરણ કરવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ આ યોજનાના માધ્યમથી લોકોના રસોડા સુધી પહોંચવા માગે છે. આના જવાબમાં તમિલનાડુ સરકાર તરફથી એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યના તમામ રાશન કાર્ડધારકોને 15 કિલો ચોખાની સાથે 4,000 રૂપિયા રોકડ આપવામાં આવશે.
જાણો, સબસિડી અને મફતનો ફરકઃ સબસિડી શું છે? સબસિડી શાસન તરફથી આપવામાં આવતી સહાયતા છે. તેનો ઉદ્દેશ આર્થિક રીતે કમજોર વ્યક્તિ કે સંસ્થા સુધી જરૂરિયાતની ચીજવસ્તુ પહોંચાડવાની છે. કલ્યાણકારી રાજ્યમાં તેનો ઉપયોગ એટલે કરવામાં આવે છે. જેથી આર્થિક રીતે કમજોર વર્ગના લોકો પણ કોઈ પણ નાણાકીય બોજ વગર જરૂરિયાતની વસ્તુ ખરીદી શકે. મોટા ભાગની આ જનતાને અપ્રત્યક્ષ રીતે મળે છે. આ માટે તેમનો અનુભવ નથી થઈ શકતો. જ્યારે સબસિડી ખતમ થતા જ ગેસ સિલિન્ડરની કિંમત એક વર્ષમાં 400થી વધીને 900 થઈ ગઈ છે.
જો નાણાકીય મદદ સબસિડી છે તો ફ્રી શું છે? તમારાથી તમારા અથવા વગર પ્રયાસથી મળેલી વસ્તુ, જેના માટે કોઈ કિંમત ન ચૂકવવી પડે. તેને મફત કે ફ્રી કહેવામાં આવે છે. આને સરકાર પોતાના જનકલ્યાણ નીતિઓના કારણે યોજનાઓ અંતર્ગત આપે છે. ચૂંટણી વર્ષ કે તેની પહેલા આવી સરકારી સ્કીમ વધુ જોવા મળે છે.
સરકારની આવક ક્યાંથી થાય છે: કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ પ્રકારના ટેક્સથી પોતાનો ખજાનો ભરે છે. આવકવેરો સીધો ટેક્સ છે, જેનો અહેસાસ કરદાતાઓને થાય છે, પરંતુ અન્ય ટેક્સ પણ જનતાના ખિસ્સામાંથી જ વસૂલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની કમાણી કોર્પોરેશન ટેક્સ, આવકવેરો, કસ્ટમ ડ્યૂટી, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી, કેન્દ્રિય GST, ઈન્ટિગ્રેટેડ GST, વ્યાજ પ્રાપ્ય, વિદેશી અનુદાન, વિનિવેશથી આવક થાય છે. કેન્દ્ર સરકારની કુલ આવકમાં મોટા ભાગનો ભાગ વસ્તુ અને સેવા ટેક્સ (33 ટકા)નો છે. કોર્પોરેશન ટેક્સથી 27 ટકા અને આવકવેરાથી 23 ટકા કમાણી સરકારથી થઈ રહી છે. રાજ્ય સરકાર પણ GST, સાર્વજનિક ઉદ્યોગ, સિંચાઈ, વન, દારૂ, વીજળી અને રોડ ટેક્સથી કમાણી કરે છે. આ ઉપરાંત મનોરંજન ટેક્સ, રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડ્યૂટી અને સેલ્સ ટેક્સથી પણ રાજ્ય સકારને આવક થાય છે.
2022માં કોંગ્રેસની જ સરકાર બનશે: રાહુલ ગાંધીએ રાજ્યભરના કાર્યકર્તાઓનું અમદાવાદમાં સંબોધન કરતાં ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોની લડાઈ કોઈ એક રાજકીય પક્ષ સામે નહીં, પરંતુ એક વિચારધારા સામે છે. જેની સામે સરદાર પટેલ લડ્યા હતા. ગત ચૂંટણીમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસ પાર્ટી લડાઈમાં ક્યાંય નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ છ મહિનામાં જ ભાજપની હવા કાઢી નાખી હતી. આ ચૂંટણીમાં પણ 2017નું પરિવર્તન થવાનું છે. 2017ની જેમ જો આ વખતે આપણે લડ્યા તો 2022માં કોંગ્રેસની સરકાર બનવાનું નક્કી છે.
ભાજપ હવે શું કરશે? તેમણે વધુમાં જણાવ્યું કે રાજકારણમાં મફત અને ઓફર કરતા લોકચાહના ખૂબ જરૂરી હોય છે. જ્યારે ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવામાં આવતું હોય છે. બીજી તરફ મોદીનું ગુજરાત તેવું પણ કહેવાતું હોય છે. જેથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે હવે ભાજપ પ્રજાને કયા વાયદાઓને વચનો આપે છે. તે પણ ખૂબ મહત્વનું રહેલું છે. ગુજરાતી પ્રજા રાહ જોઈને બેઠી છે કે ભાજપ હવે કયા વચનો આપે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો પોતાના પત્તા ઉતરી ગયા છે. પણ હવે ભાજપે પત્તા ઉતરવાના બાકી રહ્યા છે.
કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે આખા ગુજરાતમાંથી અહીં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. મતલબ ગુજરાતના દરેક ગામ અને ખૂણાથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે અને આ જે બબ્બર શેર છે તે એક વિચારધારા માટે લડે છે. આ સામાન્ય બબ્બર નથી જે કોઈપણ વસ્તુ માટે લડે. આ વિચારધારાની લડાઈ લડે છે. તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો.
ગુજરાતની જનતા માટે વચનોના વાયદા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને ભાજપનું કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહીં થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.
ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની જ્યાં પણ સરકારમાં આવી એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. અહીં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ જો કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે ગુજરાત મોડલમાં બે ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી.
વીજળીનો ભાવ ગુજરાતમાં સૌથી વધુ રાહુલ ગાંધીએ કહ્યું કે વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં (Free electricity in Gujarat) સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતુ ગુજરાતની સ્ટ્રેન્થ, કોમ્પિટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા.
નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં તેમણે વધુમાં કહ્યું કે પરંતુ નાના અને મધ્યમ કેટેગરીના વેપારીઓને ગુજરાત મદદ નથી કરતું તમે કોઈ પણ દુકાનદારને પૂછો, તમને જણાવશે કે નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં છે. ખોટા જીએસટી લાગુ કર્યું છે જો ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને ફાયદો નહીં તો, ફાયદો કોને છે. એ જ ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓને આખો પ્રદેશ એ લોકોના હવાલે કર્યું છે. એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ બધુ જ તેમના હવાલે કર્યું. જો તમે તેની સામે લડવા માંગો, આંદોલન કરવા માંગો તો પહેલા પરમિશન માંગવી પડે. એ ઉદ્યોગપતિઓની પરમિશન લેવી પડે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે આંદોલન કરવા પરમિશન લીધી હતી?
પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો તેમણે ગત વિધાનસભાની ચૂંટણીને લક્ષીને કહ્યું કે ગત ચૂંટણીમાં એવુ કહેવાતું હતું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી, પરંતું ચૂંટણીના છ મહિના પહેલા તમે ભાજપની હવા કાઢી હતી. તમે બહુ જ સારું લડ્યા. તમે બબ્બર શેર જેવા લડ્યા. આ વખતે પણ એવુ જ થશે. જો તમે ગત સમયની જેમ લડ્યા તો જોઈ લેજો કે અહીં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો. ક્રિકેટ ટીમમાં એક પ્લેયર ફેલ જાય તો તેને હટાવે છે. ગુજરાતમાં આખી ટીમને હટાવીની ફેંકી દીધી. તમે લડો, હું તમારી સાથે છું.
ગુજરાતમાં AAP ની સક્રિયતા વિધાનસભા 2022 મિશન સાથે રાહુલ ગાંધીએ આજના ગુજરાત પ્રવાસમાં દરમિયાન ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધીનું આજનું માર્ગદર્શન કાર્યકરોમાં નવા પ્રાણ પુરી શકે છે. કારણકે ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે. ત્યારે ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે, ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી મુદ્દે ગંભીર હોવા ન હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પણ આજે રાહુલ ગાંધીનો આ પ્રવાસ મહત્વનો ભાગ ભજવી ગયો છે.
કોંગ્રેસે 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાતનો પ્રવાસ કરવાના છે. કોંગ્રેસ પાર્ટી પણ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવા માટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં આજે સ્ક્રીનીંગ કમિટીની બેઠકનું પણ આયોજન થયેલ છે. જો. કે હાલ કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે.
ગેરન્ટી જોવામાં સારી પણ લોકોની વિચારસરણી અલગ રાજકીય તજજ્ઞ
રાજકીય તજજ્ઞ (Political Experts on guarantees of political parties) જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શિક્ષણ, આરોગ્ય, મહિને 1,000 રૂપિયા સન્માન રાશિ, યુવાઓને રોજગાર જેવી ગેરન્ટી આપી છે, જે તે દેખાવમાં સારી છે, પરંતુ ગુજરાતના લોકોની વિચારસરણી કંઈક અલગ જોવા મળી રહે છે.
લોકોની વિચારસરણી અલગ છે તેમણે ઉમેર્યું હતું કે, જેમ કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર અટલ બ્રિજનું લોકાર્પણ (Atal foot over bridge) બાદ એક દિવસમાં જ પાનની પિચકારીથી અટલ ફૂટબ્રિજ (Atal foot over bridge) ખરાબ થઈ ગયો હતો. આથી સરકાર દ્વારા તેની ઉપર ચાર્જ લગાવવામાં આવ્યો તેમ છતાં પણ લોકો જઈ રહ્યા છે. જેથી કહી શકાય કે ગુજરાતના લોકોની વિચારસરણી અલગ છે.
ગુજરાતની જનતા ગેરન્ટીઓ પર ધ્યાન આપતી નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2012માં પણ કૉંગ્રેસ 'આપના ઘર'ની યોજના લાવી હતી. આ પહેલા ભાજપ સરકારમાં કેશુભાઈ પટેલે 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉંની યોજના લાગુ કરી હતી. ગુજરાતમાં એક પ્રકારની આદત રહી છે કે, સુવિધાઓ સારી મળવી જોઈએ. સારા રોડ મળતા હોય તો ટોલટેક્સ ભરવા પણ ગુજરાતી જનતા તૈયાર છે. મતલબ કે, ગુજરાતી જનતા પૈસા આપવા તૈયાર છે. ગુજરાતના મોટા ભાગના લોકો સમૃદ્ધ કે આર્થિક રીતે સક્ષમ છે, જેથી લોકો ગેરન્ટી (guarantees of political parties) ઉપર ધ્યાન આપતા નથી.
જનતા ડબલ એન્જિન સરકાર પર ધ્યાન આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડબલ એન્જિનની (double engine government) સરકારની વાત કરે છે, પરંતુ ગુજરાતના લોકોની જો વાત કરીએ તો, પહેલાથી જ ડબલ એન્જિનની સરકાર લાવી રહ્યા છે. વર્ષ 1962માં જ્યારે પ્રથમ ચૂંટણી થઈ ત્યારથી લઈ અત્યાર સુધી ડબલ એન્જિનની સરકાર જ ગુજરાતમાં જોવા મળે છે. કેન્દ્રમાં પણ જે સરકાર હોય તે જ સરકાર ગુજરાતમાં જનતા બનાવવા માગે છે. જેથી સરકારની જે સુવિધાઓ જલ્દીથી મળી રહે તે ઉદ્દેશ હોય છે. મોટાભાગના લોકોમાં ગેરંટી પ્રથમ ચહેરો અને બીજો પક્ષ હોય છે. પરંતુ ગુજરાતની જનતામાં ગેરંટી નહીં, પણ પક્ષ પહેલા પસંદ કરે છે.
ચૂંટણી ગેરન્ટી પર વિશ્વાસ નથી રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રજાલક્ષી ગેરન્ટી આપવામાં આવે છે, જેથી ચૂંટણીની જે ગેરન્ટી આપવામાં આવે છે. તેની ઉપર વિશ્વાસ કરવામાં આવતો નથી. આવી અનેક ગેરન્ટીઓ (guarantees of political parties) પહેલા પણ આપવામાં આવી છે. પહેલા પણ કૉંગ્રેસે ઘર આપીશુંની ગેરન્ટી આપવામાં આવી હતી કે, ચૂંટણી પહેલા ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ભાજપ પણ આ જ મુદ્દો લાવ્યો હતો અને તેમને પણ ઘર આપીશુંની ગેરન્ટી આપી હતી.
દિલ્હીની ગેરન્ટી સફળતા બાદ ગુજરાતમાં આશા તેમણે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party guarantees ) દ્વારા દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપ્યા બાદ ગુજરાતમાં પણ વીજળી મફત આપવાની ગેરન્ટી આપી છે, જેથી ગુજરાતની જનતાને આશા છે કે, દિલ્હી અને પંજાબમાં પણ મફત વિજળી આપવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) મફત વિજળી આપી શકે છે.
ગેરન્ટીની કેવી અસર થશે તે સમય બતાવશે તો કૉંગ્રેસ દ્વારા પણ 300 યુનિટ વીજળી આ મફત આપવાની વાત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં નહીં, પરંતુ હિમાચલ પ્રદેશની અંદર મફતમાં વિજળી આપવાની જાહેરાત કરે છે. હવે એ જોવાનું રહ્યું કે, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા જે ગેરન્ટીઓ આપવામાં આવી છે. તે ગુજરાતી જનતા પર કેટલી અસર કરે છે.
રાહુલ ગાંધીના વાયદા!
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. આજે સોમવારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ આવ્યા છે, ત્યારે તેમણે એક સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકાર બનશે તો શુ કાર્ય કરશે તેને લઈને 8 વચનો આપ્યા હતા, જેને લઈને લાગી રહ્યું છે કે, આ પાર્ટી સભા નહીં, પરંતુ એક કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હોય... તો ચાલો તેમણે આ દરમિયાન શુ કરી હતી મોટી જાહેરાતો...
- મફત સારવાર : રાહુલ ગાંધીએ ગુજરાતમાં સામાન્ય નાગરિકોના હિતમાં વાત કરતા કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજ્યના નાગરિકોને 10 લાખ સુધી સારવાર મફત આપવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તમામ દર્દીઓને સારવાર દરમિયાન દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવશે.
- ખેડૂતો દેવું માફ : ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે. આ બાબતોને ધ્યાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યનાં તમામ ખેડૂત કે જેનું 3 લાખ સુધીનું દેવુ બાકી છે, તેમનું દેવું માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર આવશે તો રાજ્યના તમામ લોકોને ઘરેલુ વીજળી બિલમાં 300 યુનિટ સુધી મફત આપવામાં આવશે.
- 10 લાખ યુવાનોની ભરતી : રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી જગ્યાઓની નોકરીની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમણે મહિલાઓને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ભરતી પ્રક્રિયામાં 50 ટકા મહિલાઓને પણ ભાગીદારી આપવામાં આવશે.
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ : સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ અંગે પણ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવામાં આવશે. આ સાથે જ, તમામ બેરોજગાર યુવનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.
- દુધ ઉત્પાદકોને સબસિડી : દુધ ઉત્પાદકોને લઈને પણ મહત્વની જાહેરાત કરતા ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો, દુધ ઉત્પાદકોને દરેક લીટર દુધ ઉપર 5 રૂપિયાની સબસિડી આપીશું. આ ઉપરાંત, આ તમામ લોકોને ગેસ સિલિન્ડરમાં પણ રાહત આપવામાં આવશે, જેની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
- અંગ્રેજી માધ્યમની શાળાઓ : ગુજરાતમાં શિક્ષણને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે હજારો શાળાઓ બંધ કરી છે, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતમાં 3000 જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત, દીકરીઓને KG થી PG સુધીનું સંપૂર્ણ શિક્ષણ મફત આપવામાં આવશે.
- કોરોના મૃતકોના પરિવારજનોને વળતર : ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનો માટે પણ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર આપવામાં આવશે.
- ભ્રષ્ટાચાર સામે કાયદો : ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડવાને લઈને રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં સરકાર બનતા જ છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારીઓની તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે કાયદો પણ લાવવામાં આવશે અને આ કાયદા હેઠળ આ તમામ ભ્રષ્ટાચારીઓને જેલ હવાલે કરવામાં આવશે.
સત્તા પરિવર્તન પર નિશાન રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તન પર નિશાન તાકતાં રાહુલે કહ્યું હતું કે ગુજરાતમાં સરકારની આખેઆખી ટીમને હટાવીને ફેંકી દેવાઈ. તેઓ જાણે છે કે પાંચ વર્ષમાં તેમણે ભ્રષ્ટાચાર સિવાય ગુજરાત માટે કંઈ નથી કર્યું, અને ગુજરાતની જનતાને આ બધું દેખાઈ રહ્યું છે.
આજે સરદાર પટેલ હોત તો... ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. સરદાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે. ભાજપ એક તરફ સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવે છે, પરંતુ આજે સરદાર પટેલ હોત તો તેમણે ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા હોત કે પછી ખેડૂતોના? સરદાર પટેલ હોત તો ખેડૂતો વિરુદ્ધના ત્રણ કાયદા લવાયા હોત? સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવનારા તેમના જ વિચારો પર આક્રમણ કરે છે. કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટકમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે, પક્ષને જ્યાં પણ સત્તા મળી ત્યાં પહેલું કામ ખેડૂતોના દેવા માફ કરવાનું કર્યું છે. તે જ રીતે, ગુજરાતમાં પણ ત્રણ લાખ રૂપિયા સુધીનું દરેક ખેડૂતનું દેવું માફ કરવામાં આવશે.
મફત આપવાની ઓફર કેટલી કારગત? રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharatને જણાવ્યું કે સામાન્ય રીતે પ્રજાને મફતમાં (Gujarat Freebies Political offers) મળતું ગમતું હોય છે. એટલે રાજકીય પક્ષો માંગી ન હોય તેવી આ પ્રકારની ઓફર કરતું હોય છે. ઘણી વખત ભૂતકાળમાં આ પ્રકારની ઓફરો કારગત નીવડી છે. એટલા માટે થઈને જ રાજકીય પક્ષો આવા વાયદા કરવા માટે આગળ આવે છે. સવાલ એ છે કે જો હજાર રૂપિયાનો જ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં પ્રજાને મળતો હોય તો પ્રજા શા માટે ન લે. એટલે શક્ય છે કે, બહુ મોટા પ્રમાણમાં નહીં, પરંતુ નાની મોટી અસર જોવા મળી શકે છે. બીજી તરફ વાત પક્ષની રહી તો અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બન્ને જે પ્રકારે ઓફરો કરી રહ્યા છે જેથી ગુજરાતી પ્રજા બન્ને તરફ આકર્ષિત થઈ શકે છે.
મફત આપવાના વચનથી લોકચાહના વધી છે સીનીયર પત્રકાર અને રાજકીય એનાલીસ્ટ દિલીપ ગોહિલે ETV Bharatને જણાવ્યું કે રાજ્યમાં હાલ મફત અને અન્ય ઓફરોની સિઝન જોવા મળી રહી છે. રાજકારણમાં જનતાનો ફાયદો ક્યાં અને કેવો રહેલો છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જે રીતે મફત આપવાની વાતો કરી રહ્યા છે તે પ્રકારે તેઓની લોકચાહના વધી રહી હોય તેવું એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા છે તેમાં પણ પ્રજા પોતાનો વિશ્વાસ મૂકી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસે વર્ષો જૂની પાર્ટી હોવાના કારણે તેઓ પાસે કેટલીક સિક્યોર વોટબેંક (Gujarat Secure Vote bank) છે. તેને કોઈ હલાવી શકે તેમ નથી. જેથી કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલા વચનોને કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસ સાથે સંકળાયેલા કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો પ્રથમ કોંગ્રેસને જ સફળ બનાવે તે તરફ આગળ વધશે તે નક્કી છે.
પહેલું રાજ્ય જ્યાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress Leader Rahul Gandhi) જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજળીના દર ભારતમાં સૌથી વધુ છે. લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ થાય છે. તેમ છતાં કોઈ કંઈ બોલી નથી શકતા. સામાન્ય નાગરિક પાસેથી ડ્રગ્સ મળે તો પોલીસ તેની ધરપકડ કરી દે છે, પરંતુ મુન્દ્રા પોર્ટ પર તો કોઈ જ કાર્યવાહી નથી થતી. લોકતંત્ર પર આક્રમક કરવાનું કામ ભાજપે કર્યું છે. આંદોલન માટે પણ મંજૂરી લેવી પડે છે.
મીડિયાને દબાવવામાં આવે છે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબમાં ખેડૂતોના દેવા માફ કર્યા હતા. દેશની શિક્ષણ સંસ્થાઓ એમ્પાયરનું કામ કરે છે, પરંતુ ગુજરાતમાં જે સંસ્થાઓને સરદાર પટેલે બનાવી હતી. પછી ભલે તે પોલીસ હોય, મીડિયા હોય, ન્યાયતંત્ર હોય, વિધાનસભા હોય તે તમામ સંસ્થાઓને ભાજપે પોતાના હસ્તક લઈ લીધી છે. એટલે કે અહીં તમે રાજકીય પાર્ટીથી નથી લડી રહ્યા. અહીં મીડિયાનો અવાજ દબાવવામાં આવે છે.
સરદાર પટેલને કર્યા યાદ આ સંમેલનમાં સંબોધન કરતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિચારધારા માટે લડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક વ્યક્તિ નહતા. તેઓ ગુજરાત અને ભારતના ખેડૂતોનો અવાજ હતા. એટલે કે જે પણ તે કહેતા હતા તે ગુજરાત અને ભારતના ખેડૂતોના હિત માટે હતું. જો તમે તેમને વાંચશો તેમના ભાષણ સાંભળશો તો તેમાં ખેડૂતો વિરૂદ્ધ તેમણે એક શબ્દ નથી કહ્યો. એક તરફ ભાજપે તેમ
તાનાશાહી સામે લડી રહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અહીં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય અને ગુજરાતના તાનાશાહી સામે લડી રહેલા રાહુલ ગાંધી ગુજરાત (Congress Leader Rahul Gandhi) આવ્યા છે. રાજ્યમાં 14 વખત પેપર ફોડી લોકોનું ભવિષ્ય બગાડવામાં આવ્યું છે. એટલે હવે 10 સપ્ટેમ્બરે બેરોજગારીના વિરોધમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વેચ્છાએ લોકોને બંધ રાખવા આહ્વાન કરવામાં આવ્યું (Gujarat Congress Parivartan Sankalp Sammelan) છે.
રઘુ શર્માએ ભાજપને લીધી આડેહાથ અહીં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપ ડબલ એન્જિનની વાત કરે છે. તેમ છતાં કોરોનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. તે સમયે બેડ ન મળ્યા, ઈન્જેક્શન ન મળ્યા જેવી અનેક પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે સરકાર ચાલી તે તમામ ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે નવું એન્જીન લાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાનો આતંક રહેલો છે. ગુજરાતની જનતા અને કાર્યકર્તા હવે કૉંગ્રેસ પાર્ટી માગી રહી છે. ભાજપે 27 વર્ષથી માત્ર રાજનીતિ કરી, પરંતુ જનતા માટે કંઈ જ ન કર્યું. અમે આ વખતે 125થી વધુ સીટો સાથે સરકાર બનાવવાનું સંકલ્પ કર્યું છે.
મતદાન પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવા માટે આયોગે વિશેષ આયોજન કર્યું: આયોગે દરેક મહત્વપૂર્ણ અને ક્રિટિકલ ઘટનાઓની વીડિયો ગ્રાફી અને વેબ કાસ્ટિંગ (Videography and Web Casting) થશે. કુલ બે તબક્કાના થનાર મતદાન માટે દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની પ્રક્રિયાઓ માટે સંપૂર્ણ તૈયારી કાર્ય બાદ તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ અને ક્રિટિકલ ઘટનાઓની વિડીયો ગ્રાફી અને વેબકાસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં જેટલા પણ સંવેદનશીલ મતદાન મથકો (Sensitive Polling Stations) છે તેની વીડિયો ગ્રાફી કરવામાં આવશે ઉપરાંત વેબ કાસ્ટિંગ પણ થશે.
વીડિયો અને ડિજિટલ કેમેરાની વ્યવસ્થા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઈ સ્થળે ક્રિટિકલ અથવા મહત્વની ઘટના બને તો તેનું વીડિયો ગ્રાફી કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ પૂરતી સંખ્યામાં વીડિયો અને ડિજિટલ કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. વીડિયો ગ્રાફીમાં ઉમેદવારી પત્રો ભરવા, EVM મશીનોની તૈયારીઓ અને સ્ટોરેજની પ્રક્રિયા, મહત્વની જાહેરસભાઓ, પોસ્ટલ બેલેટ પેપર મોકલવાની પ્રક્રિયા અને સંવેદનશીલ મતદાન મથકો પાર મતદાન વગેરે ઘટનાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત મહત્વપૂર્ણ બોર્ડર ચેક પોસ્ટ અને સ્ટેટિક ચેક પોઈન્ટ્સ પર સીસીટીવી લગાડવામાં આવશે.
વેબ કાસ્ટિંગની વ્યવસ્થા 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ચૂંટણી પંચે નિર્દેશ કર્યા હતા કે જે મતદાન મથકો સંવેદનશીલ છે તે મથકોનું અથવા કુલ વિસ્તારમાં આવતા કુલ મથકોના 50 ટકા જેટલા મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા થાય. જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને.