ETV Bharat / assembly-elections

આ વિધાનસભાના લોકોને પરિવર્તન જોઈએ છે: વિપુલ સખીયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ જીલ્લાની સૌથી વધુ ચર્ચિત ધોરાજી-ઉપલેટા વિધાનસભા ગત ટર્મ કોંગ્રેસના ભાગમાં આવી હતી, ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જેમાં આપ પાર્ટીની બીજ યાદીમાં ધોરાજી વિધાનસભા માટેના ઉમેદવાર તરીકે વિપુલ સખીયાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે ETV ભારતના રાજકોટ જીલ્લાના પ્રતિનિધિએ તેમની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં આ વખતની ચૂટણીમાં વિપુલ સખીયાની (Dhoraji Upleta Aap Candidate Vipul Sakhiya) કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે, તેને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

Gujarat Assambly Election 2022
Gujarat Assambly Election 2022
author img

By

Published : Nov 28, 2022, 7:47 PM IST

Updated : Nov 28, 2022, 8:21 PM IST

રાજકોટ: જીલ્લામાં કુલ આઠ વિધાનસભા આવેલ છે. જેમાં શહેરની ચાર અને જીલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે જીલ્લાની સૌથી વધુ ચર્ચિત રહેલ ધોરાજી-ઉપલેટા વિધાનસભા (Gujarat Assambly Election 2022 ) કે જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકામાં વાત કરીએ તો, 82 જેટલા ગામોનો સમાવેશ થાય છે. હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,68,475 મતદારો છે. ત્યારે ધોરાજી વિધાનસભા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે વિપુલ સખીયાને (Dhoraji Upleta Aap Candidate Vipul Sakhiya) જાહેર કર્યા છે, ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું વિપુલ સખીયાએ.

પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો

સવાલ: આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ જિલ્લાની સૌથી વધુ ચર્ચિત ધોરાજી વિધાનસભા ઉપર આપનું નામ બીજી યાદીમાં જાહેર થયું છે ત્યારે મતદારોનો અને પાર્ટીનો કેવો માહોલ છે ?

જવાબ: ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં જ્યારે બીજી યાદીમાં મારું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું ત્યારે મેં સર્વપ્રથમ અમારા રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો આભાર માન્યો છે કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને એટલે કે પાર્ટી એ ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે જેમાં ધોરાજી વિધાનસભાની વાત કરીએ તો ધોરાજી વિધાનસભામાં હું છેલ્લા દોઢ વર્ષથી આ વિસ્તારની અંદર ફરું છું અને આ વિસ્તારની અંદર મહેનત કરું છું જેમાં સંગઠન અને તેમની ઘટતી રચનાઓ કરી ત્યારબાદ પાર્ટી એ મારા પર ભરોસો મૂકી અને મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો જેમાં ધોરાજી વિધાનસભાના તમામ ગામોની અંદર હું ફર્યો છું અને તમામ લોકોને ડોર-ટુ-ડોર મળ્યો છું અને લોકોનો મૂળ આ વખતે આમ આદમી પાર્ટી તરફ ખૂબ છે અને લોકો ખૂબ પ્રેમથી અમને બોલાવે છે અને ઘરે-ઘરે જઈએ છીએ ત્યારે લોકો આ વખતે એવું કહે છે કે એક મુકો આમ આદમી પાર્ટીને આપી અને લડાઈ લડવી છે અને જેમાં લોકોનો સાથ અને સહકાર પણ મળી રહ્યો છે.

સવાલ: આ વિસ્તારમાં જ્યારે પ્રચાર પ્રસાર માટે જાવ ત્યારે ભાજપમાંથી આયાતી ઉમેદવાર છે કોંગ્રેસમાંથી રીપીટ થિયરી વાપરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોને ખાસ કરીને મતદારોનો મિજાજ કેવો છે ?

જવાબ: અમે દરેક ગામમાં જઈએ છીએ અને ભાજપના જે ઉમેદવાર જે અત્યારે જાહેર કર્યા છે તે બાબતે તમામ લોકો એવું કહે છે કે આ ઉમેદવારને અમે ઓળખતા નથી અને આ વખતે કદાચ ઓળખી તો ચેહરો ભાજપમાંથી આવત તો પણ આ વખતે લોકોએ પોતાનું મૂળ બનાવી લીધો છે કે પરિવર્તનની લડાઈમાં આમ આદમી પાર્ટીને સહયોગ કરવાના છીએ કારણ કે કોંગ્રેસને પણ અમે સહયોગ નથી કરવાના જેમાં ધોરાજી વિધાનસભાના તમામ લોકો આ બાબતે અમારી સાથે રહેવાના છે તેવી વાત કરે છે.

Gujarat Assambly Election 2022
મતદારોનો મિજાજ કેવો છે ?

સવાલ: આ વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી આપ કામ કરો છો ત્યારે છેલ્લા ઘણા સમયથી આપના વિવાદી બેનરો લાગ્યા હતા જેમાં અરવિંદ કેજરીવાલની સભાઓ થવાની હતી તે પહેલા જ ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આપના વિરોધી બેનરો લાગ્યા હતા શા કારણે ?

જવાબ: વિરોધ કોનો થાય જેનામાં કામ કરવાની ક્ષમતા હોય તાકાત હોય અને લડી ચૂકવવાની કંઈક ભાવના હોય એનો જ વિરોધ થાય છે અને વિરોધ કરવાવાળા પણ મને ખબર છે કે આ ભાજપ અને કોંગ્રેસના છે કારણ કે ભાજપ અને કોંગ્રેસના લોકો ડરી ગયા છે અને આ સીટ તેઓ ગુમાવે છે એટલા માટે લોકોને અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવવાના હતા તે પહેલા નેગેટિવિટી ફેલાવવા માટે એને રાત્રે બેનર માર્યા હતા ત્યારે ધોરાજી વિધાનસભાની જનતા જાણે છે કે આ વિસ્તારના લોકોએ પોતાનો મૂળ બનાવી લીધો છે કે આ પ્રકારના કદાચ 500 બેનર લાગે તો પણ લોકોના દિલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટી જવાની નથી જેમાં લોકો અમને ચાહે છે અને લોકો અમને આ વખતે ધોરાજી વિધાનસભામાં જીત આપશે.

સવાલ: બીજી યાદીની જાહેર કરી ત્યારે વિપુલ સખીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જન સંપર્કમાં સમર્થન આપે છે તેવું જણાવો છો ત્યારે આ વખતે આ વિધાનસભા ઉપર લોકોનો અને ખાસ કરીને મતદારોનો કેવો મિજાજ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ?

જવાબ: મતદારોનો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદરના મતદારોનો ગામેગામ જ્યારે અમે જઈએ છીએ ત્યારે રોડ રસ્તા હોય તેમના પ્રશ્નો કે પછી કોઈપણ રજૂઆત હોય ત્યારે અત્યાર સુધીમાં હાલમાં જે ચાલુ જે ધારાસભ્ય હતા જે દરેક ગામમાં જતા હતા ત્યારે આવ્યા પહેલા જતા હતા પણ તેમને જે રજૂઆત હતી તે સાંભળીને અને લોકો પાસે અમે ગયા ત્યારે અમને લોકોએ રજૂઆત કરી અને અમે સત્તામાં ન હતા છતાં પણ લોકોની રજૂઆતો સાંભળી અને તાત્કાલિક ધોરણે ગામમાં બેઠા-બેઠા અમારાથી જે પણ કાંઈ મદદ થતી હતી તે કરતા હતા અને ફોન ઉપર અમે કરી છે અને લોકોને મદદ કરી છે અને લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે ખાસ કરીને ગામ લોકોએ એવું કહે છે કે આમ આદમી પાર્ટી સત્તામાં નથી છતાં પણ અહીંયા આવીને અમારી રજૂઆતો સાંભળે છે અને તાત્કાલિક જે તે અધિકારીને ફોન કરે છે અને જેટલા થાય તેટલું કામ સત્તામાં નથી છતાં પણ કરાવે છે ત્યારે આ પાર્ટી આવશે તો 120% કામ કરશે એવી લોકોને અને ખાસ કરીને મતદારોને વિશ્વાસ છે તેવું જણાવે છે.

સવાલ: લોકો આમ આદમી પાર્ટી અને વિપુલ સખીયાને પસંદ કરે એનું કારણ શું ?

જવાબ: દિલ્હી અને પંજાબના કામો અને માનનીય અરવિંદ કેજરીવાલજીના જે વખતમાં ચૂંટણી લડવા માટે આવ્યા હતા જેમાં દિલ્હીની પ્રજાએ કેજરીવાલ ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમની જે ગેરંટીઓ આપી હતી તે પાંચ વર્ષમાં પૂર્ણ કરી અને 2020 માં જ્યારે પાછી ચૂંટણી આવી ત્યારે અરવિંદ કેજરીવાલ એ કોઈ જગ્યાએ મત માગવાની જરૂર નથી પડી ખાલી એક વખત એવું કીધું હતું કે જો મેં કામ કરેલું હોય તો મને મત આપવા તેવી આ પોલીસી જ પંજાબ ની અંદર પણ લાગુ પડી જેમાં પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારે ગુજરાતની અંદર જે ગેરંટીઓ આપી છે તે ગેરંટીઓ ઉપર આમ આદમી પાર્ટી કામ કરવાની છે જે દિલ્હી અને પંજાબ ની અંદર કરી બતાવ્યું છે તેવું જ કામ ગુજરાતમાં કરવાના છીએ એ ફાઇનલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસની જેમ જુમલાઓ વાળી અમારી રાજનીતિ નથી અમે કામની રાજનીતિ કરીએ છીએ અને કામથી લોકો અમને પ્રોત્સાહન આપે છે અને અપેક્ષા રાખે છે કે આમ આદમી પાર્ટી કંઈક કરશે એટલે લોકો અમારા પર વિશ્વાસ કરે છે.

સવાલ: ધોરાજી ઉપલેટા વિસ્તારની સમસ્યાઓ માંગો અને રજૂઆતો શું છે ?

જવાબ: રોડ રસ્તાઓ છે જેમાં ઘણા પાંચ નહીં પણ દસ વર્ષથી નથી બન્યા જેમાં ઉપલેટા તાલુકો હોય કે ધોરાજી તાલુકો હોય તે રોડ ઉપરથી આપ નીકળો ત્યારે આપની કમર તૂટી જાય એવા પ્રકારના રોડ છેલ્લા ઘણા વર્ષોથી છે અને આ બાબતે સ્થાનિક આગેવાનોને ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે છતાં પણ રસ્તાઓ નથી બન્યા ત્યારે કોઈ પણ રજૂઆતો સાંભળી નથી અને માત્ર મત માંગવા આવ્યા છે અને લાણી કરવા આવ્યા હોય ત્યારે નાના નાના માણસોને ભોળવીને લાણીની વિતરણ કરી અને નીકળી જાય છે ત્યારે એ લોકો એવું સમજે છે કે અમારી લાણી લઈને લોકો અમને મત આપશે પરંતુ આ વખતે લોકોએ મૂડ બનાવી લીધો છે કારણ કે ધોરાજી તાલુકાના પણ ઘણા એવા ગામો છે કે જ્યાં રસ્તાઓના પ્રશ્ન છે જેમાં શહેરની અંદર રોડ રસ્તા અને ગટર તેમજ પીવાના પાણીની સમસ્યા છે ત્યારે ખોટા જુમલાઓ અને વાયદાઓ આપ્યા છે જેમાં સાત દિવસ સુધી પણ ઘણી વખત ધોરાજી ની અંદર પીવાનું પાણી નથી મળતું ત્યારે પ્રાથમિક સુવિધા પૂરી ન પાડી શકતા હોય તો લોકોએ ચૂંટણી લડવાનો આ પ્રકારે કોઈ અધિકાર નથી ત્યારે ધોરાજી વિધાનસભાની વિસ્તારમાં આવતી તમામ લોકોએ નિર્ણય કરી લીધો છે કે આ વખતે આમ આદમી પાર્ટીને નિર્ણય કરી અને આમ આદમી પાર્ટીને મત આપવો છે અને સત્તામાં લઈ આવો છે તે નિર્ણય મતદારોએ વ્યક્ત કર્યો છે.

સવાલ: ધોરાજી વિધાનસભા પર આપની જીત અને લીડ કેટલી ?

જવાબ: અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમને સામેથી અમારો આ ખેસ અને ટોપી જોઈને લોકો અમને કહે છે કે તમે ગભરાતા નહીં અમે તમારી સાથે છીએ જ્યારે પણ પ્રવાસ કરતા હોય છે ત્યારે પણ લોકો અમને મળે છે અને અમને વિશ્વાસ અપાવે છે કે સભાની અંદર પણ અમને વિશ્વાસ આપે છે કોઈ જગ્યાએ ઊભા રહ્યા હોય ત્યારે પણ લોકો અમને સમર્થન કરે છે અને આજે લોકોનો ઉત્સાહ અને પ્રેમ છે એ જોઇને અમે એવું માનીએ છીએ ત્યારે અમે માની લીધું છે કે આ બાબતે અને ખાસ કરીને જીતની અંદર અમે ધોરાજી વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટી જીતે છે અને 15 કે 20 નહીં પરંતુ 25 હજાર મતથી લીડ થી જીતે છે તેવી પણ વાત સામે આવી છે.

સવાલ: આ વિસ્તારની અંદર બીજી રાતકીય પાર્ટીઓ પણ છે ત્યારે આ વિધાનસભા ઉપર છેલ્લા ઘણા દિવસોથી ઘણા લોકો પક્ષમાં જોડાઈ પણ રહ્યા છે અને ઘણા પક્ષો છોડી પર રહ્યા છે ત્યારે આ વિસ્તારની અંદર સમીકરણો ગોઠવાઈ રહ્યા છે એ બાબતે શું કહેશો ?

જવાબ: આ વિસ્તારની અંદર ઘણા લોકો અમારી સાથે જોડાયા છે અને અગાઉ પણ ઘણા સમાજના લોકો ઘણા પક્ષના લોકો અમારી સાથે આગેવાનો સહિતના સૌ કોઈ લોકો કાર્યકર્તા મહુડી સંખ્યામાં જોડાયા છે કારણ કે આમ આદમી પાર્ટી છે તે નાના માણસોની વેદનાઓ છે અને તેમની રજૂઆતો સાંભળે છે કારણ કે દિલ્હી અને પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા નાના નાના માણસોને જરૂરિયાતોના લોકોની જે કામગીરી કરી છે તેમનાથી પ્રભાવિત થઈને લોકો અમને ની સાથે જોડાય છે અને અમારા કામોથી પ્રેરિત થાય છે ત્યારે ધોરાજી વિધાનસભા ઉપર લોકો અમને સાથ અને સમર્થન આપે છે જેમાં ઘણા લોકો અમારી સાથે જોડાય છે અને જોડાઈ રહ્યા છે ત્યારે તમામ લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે અને તમામ જ્ઞાતિના લોકોએ એક મોકો અરવિંદ કેજરીવાલને, એક મોકો આમ આદમી પાર્ટીને અને એક મોકો વિપુલ સખીયાને આપીને આવનારા દિવસોની અંદર વિપુલ સખીયાને આખા ગુજરાતની અંદર સૌથી વધુ લીડથી જીતાડવા છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે તેવા લોકો તરફથી પ્રતિભાવો મળી રહ્યા છે અને લોકોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે આમ આદમી પાર્ટીને આ વખતે જીતાડવા છે.

Last Updated : Nov 28, 2022, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.