ETV Bharat / assembly-elections

જાણો નેતાની નોટબુકમાં કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા વિશે - નેતાની નોટબુકમાં કુતિયાણા બેઠક

નજીકના સમયમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી છે, ત્યારે ETV BHARATના વિશેષ કાર્યક્રમ નેતાની નોટબુકમાં પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠકની ટિકીટ માટે ઢેલીબેન ઓડેદરા (Dheliben Odedara Netani Notebook) પર વાંચો અમારો વિશેષ અહેવાલ.

Dheliben Odedara Poitical Profile
Dheliben Odedara Poitical Profile
author img

By

Published : Nov 13, 2022, 5:00 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

પોરબંદર: ઢેલીબેન ઓડેદરાનો જન્મ તારીખ 1/5/1963ના રોજ કુતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો. તેઓ મુળ 10 સભ્યો ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવે છે, 10 પાસનો અભ્યાસ હોવા છતા આજે એક જાણીતા નેતાની ગરજ સારે છે. 1995માં રાજકારણમાં (Gujarat Assembly Election 2022) જોડાયા અને 1995થી હાલ સમયે પણ કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કુતિયાણા નગર પાલિકા પ્રમુખ તરીકેની ચાલુ સેવાએ ભારતીય જનતા પાર્ટીના 84 કુતિયાણા વિધાનસભાના ઉમેદવાર તરીકેનીની પસંદગી થતા ETV BHARATના વિશેષ કાર્યક્રમ નેતાની નોટબુકમાં પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક માટે ઢેલીબેન ઓડેદરા (Dheliben Odedara Netani Notebook) પર પ્રકાશ પાડવામાં આવશે.

રાજકીય સફર
રાજકીય સફર

રાજકીય સફર: ઢેલીબેન ઓડેદરાની રાજકીય કારકિર્દી (Dheliben Odedara Poitical Profile) 1995માં શરુ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ ચુંટણી નાગરિક સમિતિમાંથી જીતી નગર પાલિકા પ્રમુખ તરીકે સેવા શરુ કરી. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચુંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગર પાલિકા નાપ્રમુખ પદે નિમણુંક થઈ હતી. 2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં n.c.p ધારાસભ્ય કાંધલ જાડેજાની n.c.pની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી લોકોના સ્નેહ અને આશીર્વાદથી 5મી વખત નગર પાલિકા પ્રમુખ તરીકેની લોકોની સેવા આપી રહ્યા છે.

સેવાકીય પ્રવુતિ:- અન્નદાન, વસ્ત્રદાન, ગરીબ માણસોને આર્થિક રીતે મદદરૂપ થવું, ગરીબ લોકોને હોસ્પિટલમાં આર્થિક સહાય, તમામ જ્ઞાતિના સમુહ લગ્નોમાં કરીયાવરથી માંડી તામમમાં મદદરૂપ થઈ રહ્યા છે. ગરીબ દીકરા દીકરીઓને ભણતરમાં તમામ સહાય, તમામ સમાજને હરહંમેશ પોતાના પરિવાર માનીને મદદરૂપ થયા છે.

કોરોના કાળમાં સેવા
કોરોના કાળમાં સેવા

કોરોના કાળમાં સેવા:- કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં લોકડાઉનમાં લોકોની હર સંભવ મદદ જેમ કે, દરરોજ સવાર સાંજ 10.000 લોકોનું 2 ટાઈમ જમવાનું પોતાના ઘરના આંગણા સુધી પોહચાડ્યુ હતુ. તથા સેનિટાઈઝર અને માસ્કનું મુક્તમાં વિતરણ કરીને લોકો વચ્ચે જાગૃતતા લાવી કોરોના વોરિયર્સનું ફૂલથી સન્માન કર્યું હતું.

પાલિકા પ્રમુખ તરીકે સેવા: 27 વર્ષથી સતત કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મહેર જ્ઞાતિના મહિલા અગ્રણી અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓને કુતિયાણા 84 બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવારની ટીકીટ આપાઈ છે, ત્યારે કુતિયાણા બેઠક NCPના બાહુબલી નેતા ગણાતા કાંધલ જાડેજા અને કોંગ્રેસના નાથાભાઇ ઓડેદરા તથા આમ આદમી પાર્ટીના ભીમા દાના મકવાણા સામે કાંટે કી ટકકર આપવા તમામ પ્રયાસ કરી રહ્યા છે અને લોકોમાં ચાહના ધરાવતા ઢેલીબેન વધુમાં વધુ લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.