અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું (gujarat assembly election 2022)બંને તબક્કાની મતદાન પૂર્ણ થયું છે. હવે આઠમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ(result of assembly election on 8 december) આવશે. રાજકીય પાર્ટીઓમાં મતદાનને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના મતદાન દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ઓછું મતદાન થાય(Congress filed a complaint of slow voting)તેવા અનેક પ્રકારના ગતકડાઓ હાથ ધરવામાં આવ્યા હતા એવા આક્ષેપ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ(complaint in election commision)કરી છે.
ચૂંટણી પંચને ફરિયાદ: બીજા તબક્કાના મતદાનમાં કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ સારું પ્રતિસાદ મળી રહ્યો હતો જે મતદાનને રોકવા માટે થઈને જુદા જુદા પ્રકારના હથ કંડાઓ લગાવવામાં આવતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા કુલ 36 વિધાનસભા ઉપર થયેલી અનેક પ્રકારની ફરિયાદો કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
ધીમું મતદાનને લઈને ફરિયાદ: કોંગ્રેસ પાર્ટી દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે લોકો દ્વારા સૌથી વધારે કોંગ્રેસ પક્ષ તરફ વોટ આપતા હોવાથી તે પ્રકારના મતદાનને રોકવા માટે થઈને ઘણા બધા ગતકડાઓ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં લોકોને બોગસ મતદાન, ધીમું મતદાન, બુથ કેપ્ચરિંગ જેવી ફરિયાદો સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસે આચારસંહિતા ભંગની વડાપ્રધાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી: કોંગ્રેસના ઈલેક્શન કમિટીના કો-ઓર્ડિનેટર બાલુભાઈ પટેલે કહ્યું હતુ કે, PM મોદી રાણીપના મતદાન મથકથી 500-600 મીટર કોન્વોયને થોડે દુર ઉભો રાખી તેમની કારમાંથી નીચે ઉતર્યા અને આસપાસ એકઠા થયેલા લોકોની સાથે ચાલતા ગયા. આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. મહત્વનું છે કે યોગેશ રવાણીએ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને મળીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે તપાસ કરશે.