બનાસકાંઠા વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકો પોતાની જાહેર માંગણીઓને લઈ ચૂંટણીના મુદ્દે (Election boycott in Danta) આક્રમક બન્યા છે. જ્યાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. દાંતા તાલુકાના અભાપુરા, ગંગવા અને જગતાપુરા ગામ લોકોનો જાહેર માર્ગ બંધ કરી દેવાતા અને ફરી ન ખોલાતા આ વખતની ચૂંટણી આ ગામોમાં વિવાદિત બને તેવું લાગી રહ્યું છે. (Banaskantha Election boycott)
શું છે સમગ્ર મામલો સર્વે નંબર 56માં રાજા રજવાડાના સમયથી રસ્તો પસાર થતો હતો, ત્યાં ખેતરોના પાળાને ખેતરો થઈ ગયા છે. આ ખેતરોમાંથી હવે કોઈને પસાર થવા દેવામાં આવતા નથી. પરિણામે આ ગામના લોકોને એક બીજા ગામ જવા માત્ર 200 મીટરની જગ્યાએ 5થી 7 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. ખેતરમાંથી ચારો લઇ જવાનો હોય કે પછી પાકેલો અનાજ હોય તો માથે ઉપાડી લઇ જવો પડે છે. એટલું જ નહીં પશુપાલકો દૂધ ભરાવવા પણ દૂર સુધી ચાલીને જવું પડે છે. હાલના તબક્કે જે રસ્તો ટ્રેકટરને બળદ ગાડા લાવવા લઇ જવા ઉપયોગમાં લેવાતો હતો તે બંધ કરી દેવાતા ગામજનોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. અનેક વખતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર 200 મીટરનો રસ્તો ખુલ્લો ન કરાતા ત્રણે ગામના લોકો આક્રમક બની આ ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે. એટલું જ નહીં જો કોઈ બળજબરી કરાશે તો NATOમાં વોર્ટ આપીશું તેમ જણાવી રહ્યા છે. (Election boycott posters)
ચૂંટણીનો બહિષ્કાર આજે અમારી ટીમે આ ગામોની મુલાકાત કરી તો ગામમાં ઠેર ઠેર પોસ્ટર વોર જોવા મળ્યું. જેમાં કોઈ પક્ષના નેતાઓને વોટ માંગવા ગામમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવ્યો છે. તેવા પોસ્ટરો જોવા મળ્યા હતા. આ વિસ્તાર મહત્તમ ખેતીવાડી વાળો વિસ્તાર છે. આ ગામોમાં જવા માટે રસ્તાઓ બંધ કરી દેવાતા અનેક અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ગામના મતદારો પોતાના પડતર પ્રશ્નોને લઇ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહિ કરવાનો સહસ્ત્ર ઉગામ્યું છે. (Election boycott in Gujarat)
નેતાઓને ગામલોકોની ચીમકી એટલું જ નહીં કોઈપણ પાર્ટીના નેતાઓને આ ગામમાં પ્રચાર પસાર કરવા પણ નહીં આવવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પહેલા રોડ પછી વોટ ખેડૂતોના પ્રશ્નો હલ કરવા સાથેના અનેક પોસ્ટરો આ ગામમાં લગાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગામના મતદારોને તેમની માંગણી મુજબનો રસ્તો મળે છે કે પછી નેતાઓ ઠાલા વચનો આપી વોટ લઇ જશે. (Gujarat Assembly Election 2022)