ETV Bharat / assembly-elections

અમદાવાદ શહેરની દસક્રોઈ વિધાનસભા બેઠક પર બિગ ફાઈટ જામશે

અમદાવાદ શહેરની દસક્રોઈ વિધાનસભા બેઠક (Ahmedabad Urban Daskroi Legislative Assembly) છે. 1990થી ભાજપના (stronghold of BJP since 1990) નેજા હેઠળ રહી છે. વિધાનસભા બેઠક અમદાવાદ શહેરી તાલુકાનો કેટલોક ભાગ અને અમદાવાદ કોર્પોરેશનના નરોડા અને નિકોલનો ભાગનો સમાવેશ થાય છે. ત્યારે આ બેઠક ઉપર ભાજપે પોતાના ઉમેદવારને રીપીટ કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ વખતે મેદાને છે તો ત્રિ-પાંખીયો જંગ જામશે.

અમદાવાદ શહેરની દસક્રોઈ વિધાનસભા બેઠક પર બિગ ફાઈટ જામશે
gujarat-assembly-election-2022-a-big-fight-will-be-held-on-the-daskroi-assembly-seat-of-ahmedabad-city
author img

By

Published : Nov 22, 2022, 1:04 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરી દસક્રોઈ વિધાનસભા વિધાનસભા બેઠક દસક્રોઈ વિધાનસભા બેઠક (Ahmedabad Urban Daskroi Legislative Assembly) 1990થી ભાજપનો ગઢ (stronghold of BJP since 1990) ગણવામાં આવતો હતો. 2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ પટેલને (BJP candidate Babubhai Patel) ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ વખતે પણ ભાજપે તેમને જ રીપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે ઉમેદજી ઝાલાને (congress candidate umedji zala) અને આમ આદમી પાર્ટી દ્વારા પણ પાટીદાર ઉમેદવાર એટલે કે કિરીન પટેલને (aam aadmi party candidate kiran patel) ટિકિટ આપી છે. જેથી આ વિધાનસભા બેઠક પર બીક-ફાઈટ જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

ભાજપના ઉમેદવાર: દસક્રોઈ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે.બાબુભાઈ જમનાદાસ પટેલને સામાન્ય રીતે બાબુભાઈ પટેલ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના દસક્રોઈ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખત સતત તેમને ચોથી વખત દસક્રોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ઉમેદવાર: ઉમેદજી ઝાલા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા રહ્યા હતા. જેને પગલે પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા તેમને ભાજપનો ગઢ ગણાતો વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદજી ઝાલા 2008માં કોંગ્રેસ સાથે જોડાયા હતા.જ્યારે 2015માં અમદાવાદ જિલ્લા પંચાયતના જીતીને આવ્યા બાદ 2022 માં તેમને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર: આમ આદમી પાર્ટીના ઉમેદવાર કિરણ પટેલ છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. કૃષા ફાઉન્ડેશન સાથે પણ ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગરીબ લોકોને આર્થિક રૂપે મદદરૂપ પણ થઈ રહ્યા છે.

વિધાનસભા બેઠકનું મહત્વ: દસક્રોઈ વિધાનસભાએ અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. ખેડા લોકસભા વિધાનસભામાં સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપના ગઢ છે. અહીંયા છેલ્લા ચાર ટર્મથી બાબુ પટેલ સતત વિજય મેળવીને આવી રહ્યા છે. આ બેઠક પર અમદાવાદ શહેરી તાલુકો તરીકે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નરોડા અને નિકોલ વોર્ડનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 60 જેટલા ગામડાનો સમાવેશ થાય છે.

જાતિ સમીકરણ: દસ્ક્રોઈ વિધાનસભા બેઠક જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર ઠાકોર અને પાટીદાર મતદારો જોવા મળી આવે છે. આ બેઠક પર 24.6 ટકા ઠાકોર, 21.4 ટકા પટેલ, 8.7 ટકા દલિત, 8 ટકા ક્ષત્રિય તેમજ 37.4 ટકા અન્ય સમાજના મતદારો છે. આ ઉપરાંત રબારી,ભરવાડની વસ્તી પણ જોવા મળી આવે છે.ઠાકોર અને પાટીદાર મતદારો ખુબ જ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળે છે

મતદારોની સંખ્યા: દસક્રોઈ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની વાત કરવામાં આવે તો 3,91,406 મતદારો છે.જેમાં પુરુષ મતદારો 2,04,71,મહિલા 1,08,7326 જયારે અન્ય 9 મતદારો છે.

2017 ચૂંટણી પરિણામ: દસક્રોઈ વિધાનસભા બેઠક પર ભાજપ છેલ્લા 27 વર્ષથી વિજય મેળવી રહી છે. 2017ના પરિણામ ની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર બાબુભાઈ પટેલને 1,27,432 મત મળ્યા હતા.જયારે કૉંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલને 82,367 મત મળ્યા હતા.જેમાં બાબુભાઇ પટેલનો 45,065 મતથી વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.