ETV Bharat / assembly-elections

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસનું રાજકીય ભવિષ્ય કરશે નક્કી - મતદાન

જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા સીટ (5 assembly seats of junagadh result)પર પહેલી તારીખે મતદાન થયું હતું. વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં એકમાત્ર કેશોદ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે આ વખતે ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ જંગ ત્રિપાંખિયો થયો હતો.જૂનાગઢ જિલ્લામાં 5 ટકા જેટલો મતદાનમાં(less voting in junagadh) ઘટાડો થયો છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસનું રાજકીય ભવિષ્ય કરશે નક્કી
gujarat-assembly-election-2022-5-assembly-seats-of-junagadh-result-will-decide-future-of-political-party
author img

By

Published : Dec 7, 2022, 5:49 PM IST

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા સીટ (5 assembly seats of junagadh result)પર પહેલી તારીખે મતદાન થયું હતું. જેમાં વિસાવદર અને માણાવદર વિધાનસભા સીટ પર ખૂબ જ નજીકની હરીફાઈ ત્રિપક્ષીય જંગને કારણે જોવા મળે છે. વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં એકમાત્ર કેશોદ બેઠક ભાજપ પાસે હતી. જુનાગઢ, માણાવદર, વિસાવદર અને માંગરોળ બેઠક કોંગ્રેસના (5 assembly seats of junagadh result)કબજામાં જોવા મળતી હતી. માણાવદર અને વિસાવદરના ધારાસભ્યોએ કેસરિયા કરતા આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ વિશેષ બની રહી હતી.

ચૂંટણીપ્રચાર જોવા મળ્યો ફિક્કો: વર્ષ 2017 અને 2022 ના ચૂંટણીપ્રચારમાં (Gujarat assembly election 2022)ખૂબ જ બદલાવ જોવા મળ્યો હતો. 2017માં મતદારો રાજકીય પક્ષના નેતાઓની રેલી અને સભામાં જોવા મળતા હતા પરંતુ આ વર્ષે નેતાઓની રેલી અને ચૂંટણી પ્રચારમાં લોકોએ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો ન હતો. જેને કારણે ભાજપ કોંગ્રેસ અને આ વખતે પ્રથમ ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ મોટી સભા અને રેલી કરવાનું ટાળીને વ્યક્તિગત ચૂંટણી પ્રચારમાં ખાસ રસ દાખવ્યો હતો. મતદારોએ તેનું મન કળવા નહીં દઈને તમામ રાજકીય પક્ષોને પરસેવો પડાવ્યો હતો. વર્ષ 2017ની માફક જૂનાગઢ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં કોઇ મોટો બદલાવ જોવા મળતો નથી પરંતુ આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર તેમના ઉમેદવારો ઊભા કરીને ચૂંટણી જંગને ત્રિપાંખિયો કર્યો હતો. એક માત્ર વિસાવદર બેઠક પરથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી (Gujarat assembly election 2022)જીતેલા હર્ષદ રીબડીયા આ વર્ષે ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જવાહર ચાવડા પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવાર તરીકે માણાવદર બેઠક પરથી ચૂંટણી જંગ લડી રહ્યા છે.

વ્યક્તિગત પ્રચાર: ચૂંટણીની (Gujarat assembly election 2022)જાહેરાત થાય તે પૂર્વે વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જાહેર(5 assembly seats of junagadh result) સભા કરી હતી ત્યારબાદ ચૂંટણી જાહેર હતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પ્રધાન સ્મૃતિ ઈરાની અને મતદાનના 48 કલાક પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ જૂનાગઢમાં કાર્યકરોને મતદાન કરવાને લઈને પ્રોત્સાહિત કરવા માટે મુલાકાત કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી જાહેર કરવામાં થતાં પૂર્વે એક સભા અને ચૂંટણી જાહેર થયા બાદ જૂનાગઢ શહેરમાં રોડ શોનું આયોજન કર્યું હતું. ચુંટણી સમય દરમિયાન દિલ્હી અને પંજાબના ધારાસભ્યો જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર પક્ષનો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયાકુમાર જૂનાગઢ જિલ્લામાં પ્રચાર અર્થે આવવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસે કોઈ પણ સ્ટાર પ્રચારક નેતાની સભાનું આયોજન કર્યું ન હતું.

5 ટકા જેટલો મતદાનમાં થયો ઘટાડો: વર્ષ 2017માં માણાવદર વિધાનસભા બેઠક પર 62.21 ટકા મતદાન થયો હતો જેની સરખામણીએ વર્ષ 2022 માં 61.16 ટકા મતદાન થયું છે. તેવી જ રીતે વિસાવદર વિધાનસભા બેઠક પર 61.95 મતદાન 2017માં(less voting in junagadh) નોંધાયું હતું જેની સામે આ વર્ષે પાંચ ટકા જેટલો ઘટાડો (less voting in junagadh)નોંધાયો છે અને મતદાન 56.01 ટકાની આસપાસ થયું છે. જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક પર મતદાન ગત ચૂંટણી કરતાં વધારો(less voting in junagadh) થયો છે વર્ષ 2017માં અહીં 61.56 ટકા જેટલું મતદાન થયું હતું જે ટકાવારી આ વખતે બિલકુલ જળવાયેલી જોવા મળે છે અને 00.44 ટકાના વધારા સાથે વર્ષ 2022માં 61.91 ટકા મતદાન થયું છે. જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં 64.09 ટકા મતદાન થયું હતું જેમાં પણ એક ટકાનો ઘટાડો (less voting in junagadh)થયો છે અને વર્ષ 2022 ની સામાન્ય ચૂંટણીમાં 63.38 ટકા મતદાન થયું છે. જૂનાગઢ શહેરી વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં 59.57 ટકા મતદાન થયું હતું જેની સરખામણીમાં આ વખતે ચાર ટકાનો ઘટાડો આવ્યો (less voting in junagadh)છે અને વર્ષ 2022માં 55.82 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.