ETV Bharat / assembly-elections

બળવાખોરોને સમજાવવા ગયેલા ગૃહપ્રધાનને ધક્કો, બહાનાબાજીથી મુલાકાત ટળી - મધુ શ્રીવાસ્તવ

વડોદરાની ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે. ભાજપ દ્વારા વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યો બળવો કરી ચૂંટણી લડે ન તે માટે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે. વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકના (Vadodara City-District seats in Waghodia, Karajan and Padra) હોદ્દેદારો-કાર્યકરોની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહપ્રધાનએ (Home minister harsh sanghvi bjp) કરજણમાં બળવાખોર પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બરથી 8 ડિસેમ્બર તારીખ સુધી વિસ્તારોમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેનો હિસાબ કરવાનું ચૂકતા નહીં.

બળવાખોરોને સમજાવવા ગયેલા ગૃહમંત્રીને પડ્યો ધક્કો
gujarat-assembly-elction-2022-the-home-minister-who-went-to-explain-the-rebels-was-pushed-and-avoided-the-visit-by-making-an-excuse
author img

By

Published : Nov 13, 2022, 5:19 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat assembly elections 2022) જંગ ચાલી રહ્યો છે. હાલ ટિકિટોની વહેંચણીની પ્રક્રિયા ચાલી રહી છે. ટિકિટની વહેંચણીને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતાં તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક (Vadodara City-District seats in Waghodia, Karajan and Padra) ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ (sitting MLA and two former MLAs) અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે, ત્યારે ડેમેજ કંટ્રોલ માટે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (Home minister harsh sanghvi bjp) વડોદરા પહોંચ્યા હતા.

the-home-minister-who-went-to-explain-the-rebels-was-pushed-and-avoided-the-visit-by-making-an-excuse

નારાજ નેતાઓ સાથે બેઠક: ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતાં સાથે જ વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પરથી દિગ્ગજ નેતાના નામની બાદબાકી થતા તેઓ અપક્ષ દાવેદારી કરવાની મૂળમાં આવી ગયા છે. આ ડેમેજ પ્રક્રિયાને કંટ્રોલ કરવાનાં ભાગરૂપે ગૃહ મંત્રી વડોદરા દોડી આવ્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાતાઘાટો ચાલું કરી હતી. હર્ષ સંઘવીએ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી સૌપ્રથમ બેઠક પારુલ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી .જેમાં સ્થાનિક કાર્યકરોને ઉપસ્થિત રાખી તેઓની સાથે બેઠક યોજવી હતી. પરંતુ આ બેઠકમાં મધુભાઈ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. વાઘોડિયા, કરજણ અને પાદરામાં પાર્ટી નેતાઓને સાથે મુલાકાત કરી હતી.

બળવાખોરોને સમજાવવા ગયેલા ગૃહમંત્રીને પડ્યો ધક્કો

બળવાખોર સામે ગૃહમંત્રી આકરાપાણી: ભાજપમાંથી બળવો કરીને કરજણ બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળવાખોરો સામે નિશાન સાધ્યું હતું.

સતીશ પટેલએ જણાવ્યું કે મને કોઈનો ટેલિફોનિક અથવા મોબાઈલ દ્વારા કોઈની પણ જાણ મને કરવામાં નથી.આવી મિટિંગની અને જે રીતે એ લોકોએ મેસેજ મોકલ્યા છે એમાં પણ ક્યાંય મારું નામ હોય ત્યારે મારો સામાન્ય કારણે હું મિટિંગમાં નથી ગયો.

મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળી: મળેલી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વાઘોડિયા કાર્યકરોને મળવા ગયા હતા. તે સમયે પ્રદેશ કાર્યાલય તરફથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગૃહમંત્રીને મળવા જજો, ત્યારે મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળવા માટે જણાવ્યું હતું કે, હું સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યો છું.

બળવાખોરો ચૂંટણી લાડવા મક્કમ: બળવાખોરોને સમજાવવા માટે આજે વાઘોડિયા, કરજણ અને પાદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધક્કો પડ્યો હતો. બીજી બાજુ આજે મોડી સાંજ સુધી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) પોતાની બેઠક ઉપર બળવો કરી ચૂંટણી લડવા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું હતું.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.