ETV Bharat / assembly-elections

1 ડીસેમ્બરે સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 452 ઉમેદવારોની હારજીત કરશે નક્કી, બિગ ફાઇટ સીટો જાણો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પહેલા તબક્કાના મતદાન (First Phase poll ) નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્રની કુલ 48 વિધાનસભા બેઠક ( Saurashtra Assembly Seats ) પર 452 ઉમેદવારની હારજીત 1 ડીસેમ્બરે ઈવીએમમાં સીલ જઈ જશે. ત્યારે અહીં કોની શાખ દાવ ( VIP Candidates ) પર છે, બિગ ફાઈટ સીટો ( Big Fight Seats ) કઇ છે, પ્રચારના મુદ્દા કયા રહ્યાં તેમ જ ચૂંટણી પંચની તૈયારીઓ કઇ રીતની છે તે વિશે મહત્ત્વની જાણકારી આપતો ખાસ રીપોર્ટ.

1 ડીસેમ્બરે સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 452 ઉમેદવારોની હારજીત કરશે નક્કી, બિગ ફાઇટ સીટો જાણો
1 ડીસેમ્બરે સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 452 ઉમેદવારોની હારજીત કરશે નક્કી, બિગ ફાઇટ સીટો જાણો
author img

By

Published : Nov 29, 2022, 6:22 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં જીતીને સરકાર બનાવવાના મનસૂબા સાથે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગ પ્રચારની દ્રષ્ટિએ આખરી તબક્કામાં પહોંચ્યો છે. આવતીકાલે 1 ડીસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન (First Phase poll ) જ્યાં યોજાવાનું છે તેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 452 ઉમેદવારની શાખ દાવ પર છે. આ મતદાનને ( Saurashtra Assembly Seats ) લઇ કયા દિગ્ગજ નેતાઓ ( VIP Candidates ) છે, પ્રચારના મુદ્દા કયા રહ્યાં, મતદારો કેટલા છે, ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓ શી છે તે વિશે મહત્ત્વની જાણકારી આ રહી.

સૌરાષ્ટ્રની બિગ ફાઈટ સીટ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં સૌરાષ્ટ્રની બિગ ફાઈટ સીટ ( Big Fight Seats ) જોઇએ તો લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપ, ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા ભાજપ, મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા ભાજપ, ટંકારા બેઠક પર લલીત કગથરા કોંગ્રેસ, રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ અને તેમની સામે ઉદય કાનગડ, રાજકોટ પશ્ચિમ પર ડોકટર દર્શિતા શાહ ભાજપ, રાજકોટ દક્ષિણ પર રમેશ ટીલાળા ભાજપ, રાજકોટ ગ્રામ્ય પર ભાનુ બાબરીયા ભાજપ, જેતપુર બેઠક પર જયેશ રાદડીયા ભાજપ, ધોરાજી બેઠક પર લલીત વસોયા કોંગ્રેસ, જામનગર ઉત્તર પર રીવાબા જાડેજા ભાજપ અને કરસન કરમૂર આપ, ખંભાળીયા બેઠક પર મૂળુ બેરા ભાજપ સામે ઇશુદાન ગઢવી આપ, દ્વારકા બેઠક પર પબુભા માણેક ભાજપ, પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા અને તેમની સામે બાબુ બોખીરીયા ભાજપ, કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા ભાજપ,તો કાંધલ જાડેજા એસપી, માણાવદર બેઠક પર જવાહર ચાવડા ભાજપ, ઊના બેઠક પર પૂજા વંશ કોંગ્રેસ, ધારી વલ્લભ કાકડીયા ભાજપ, અમરેલી બેઠક પર પરેશ ધાનાણી કોંગ્રેસ, લાઠી બેઠક પર વીરજી ઠુમ્મર કોંગ્રેસ, રાજુલા બેઠક પર હીરા સોલંકી ભાજપ અને તેમની સામે અંબરીષ ડેર કોંગ્રેસ, મહુવા બેઠક પર કનુ કળસરીયા કોંગ્રેસ, ભાવનગર ગ્રામ્ય પર પરસોતમ સોલંકી ભાજપ અને તેમની સામે રેવતસિંહ ગોહિલ કોંગ્રેસ, ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી ભાજપ, ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડીયા ભાજપ સહિતના અન્ય નેતાઓની ( VIP Candidates ) હારજીત ઈવીએમમાં સીલ (First Phase poll ) થઇ જશે.

સૌરાષ્ટ્રમાં પ્રચારના મુદ્દાઓ કયા રહ્યાં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોનો ફરિયાદ આ ત્રણ મુખ્ય મુદ્દા ( Campaign issues in Saurashtra ) હતાં જેના પર ચૂંટણી પ્રચાર કેન્દ્રિત રહ્યો હતો. પાણીનો પ્રશ્ન સહિત રોજગાર માટેની વાત, નવા વિકાસકાર્યો અને દરિયાઇ કાંઠાની સુરક્ષાના મુદ્દા પણ દેખાયાં હતાં. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રચારમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોનો પ્રશ્ન અને સરકારી કર્મચારીઓની વ્યથાને કેન્દ્રસ્થાને મૂકવામાં આવ્યાં હતાં. પેટ્રોલ ડીઝલ, રાંધણગેસ, વીજળી, ખાદ્યચીજોના ભાવમાં સતત વધારો કાબૂ કરવામાં રાજ્ય અને કેન્દ્રની બંને સરકાર નિષ્ફળતા દર્શાવાઇ છે. ભાજપનો ચૂંટણી પ્રચાર વિકાસ અને નરેન્દ્ર મોદીના ચહેરાને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં મહત્ત્વની બેઠકો પર મતદાર ગણિત સૌરાષ્ટ્રની 18 બેઠકો પાટીદાર પ્રભુત્વની અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર ( Saurashtra Voters) પ્રભુત્વની મનાય છે. આ સિવાય ક્ષત્રિય દરબાર અને ગરાસીયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોળી મતદારો હોવા છતાં પણ અહીંથી કોંગ્રેસના આહીર ઉમેદવાર અમરીશ ડેર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. મોરબી, ટંકારા, વિસાવદર, રાજકોટ પૂર્વ, ગોંડલ, ધોરાજી, કાલાવડ, માણાવદર, જામજોધપુર, જેતપુર, અમરેલી, લાઠી, ગારીયાધાર, ધારી, સાવરકુંડલા અને બોટાદ બેઠકો પટેલ બહુલિક મતદારો ધરાવે છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, ઊના, તાલાળા, સોમનાથ, કેશોદ અને જસદણ વિધાનસભા બેઠક પર કોળી મતદારો બહુમતીમાં જોવા મળે છે. આ એ વિશેષતા છે કે જેને કારણે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠક (Saurashtra assembly seats importance) પર કોળી અને પાટીદાર મતદારો ખૂબ જ નિર્ણાયક ગણાય છે.48 બેઠકો પૈકી અનામત બેઠકને બાદ કરતા મોટાભાગની બેઠકો પર પાટીદાર અને કોળી બહુમતી ધરાવતા મતદારો છે. જે પૈકીની રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો લેઉવા પાટીદાર મતદારો ધરાવતી બેઠકો મનાય છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ છે. પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેેર જ્ઞાતિના વર્ચસ્વવાળી છે. બંને બેઠક પર મેેર જ્ઞાતિનો ધારાસભ્ય પાછલા ઘણા વર્ષોથી ચૂંટણી જીતવામાં સફળ રહે છે. રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કોળી મતદારોના હાથમાં છે, તો વાંકાનેર બેઠક પર મુસ્લિમ મતદારો આજે પણ નિર્ણાયક માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં મતદાર સંખ્યા તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરી મતદાર યાદી પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર સંખ્યા નોંધાઈ છે. આમાં કુલ 58,00,896 પુરુષ મતદારો છે અને 54,11,313 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા જોઇએ તો તેમાં 192 મતદાર ( Saurashtra Voters ) નોંધાયા છે.

ચૂંટણી તંત્રની તૈયારી રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં 29,357 મતદાન મથક સ્થળો પર કુલ 51,839 મતદાન મથક આવેલા છે. રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 વીવીપેટ જ્યારે બીજા તબક્કામાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ 2,20,288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.