ETV Bharat / assembly-elections

કાલોલ વિધાનસભાની ખુરશી માટે પરિવારમાં જંગ, પતિ-પત્ની સામ-સામે

સત્તાની ખુરશી મેળવવા માટે પરિવારના સભ્યોની સાથે સાથે પતિ પત્ની પણ સામ-સામે આવી ગયા છે. પંચમહાલની કાલોલ વિધાનસભા (Kalol Assembly Seat) સીટ પર પ્રભાતસિંહ ચૌહાણના પરિવારમાં ચૂંટણીના જંગ સાથે પરિવારમાં પણ જંગ ( Prabhatsinh Chauhan Family conflicts ) જામ્યો છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસમાંથી ટિકિટ મળતા તેમના પત્ની અને પુત્રવધુ ભાજપમાંથી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

કાલોલ વિધાનસભાની ખુરશી માટે પરિવારમાં જંગ
family-fight-for-kalol-assembly-chair-husband-wife-face-to-face
author img

By

Published : Nov 18, 2022, 3:09 PM IST

Updated : Nov 18, 2022, 9:06 PM IST

પંચમહાલ: પંચમહાલ વિધાનસભાની ચૂંટણીઓ આવે એટલે કોઈને જોડવાનું તો કોઈને તોડવાનું રાજકારણ શરૂ થઈ જતું હોય છે. પંચમહાલમાં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇ રાજકીય માહોલ ખુબ ગરમાઈ ચુક્યો છે. કાલોલ વિધાનસભા બેઠક (Kalol Assembly Seat) પર પતિ અને પત્ની સામસામે આવી ગયા છે. કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું છે. પ્રભાતસિંહની પત્ની અને તેમની પુત્રવધુ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પુત્રવધુ સુમનસિંહ ચૌહાણ ગત ટર્મમાં ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. પત્ની રંગેશ્વરી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે.

family-fight-for-kalol-assembly-chair-husband-wife-face-to-face

પરિવારમાં જંગ: કાલોલ વિધાનસભા બેઠક (Kalol Assembly Seat)નો જંગ ભાજપ અને કોંગ્રેસનો તો છે, પણ પરિવાર વચ્ચે પણ જંગ જામ્યો (Prabhatsinh Chauhan Family conflicts) હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કલોક વિધાનસભા બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણ ઉમેદવારી નોંધાવી છે. જેથી હવે ચૂંટણીનો જંગ પરિવારમાં જ જામ્યો છે. જો કે પ્રભાતસિંહે ઉમેદવારી પત્ર ભરતાની સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પરિવારમાં શું છે વિવાદ: હવે પારિવારિક વિવાદની વાત કરવામાં આવે તો પ્રભાતસિંહ ચૌહાણ ભાજપથી નારાજ થઈને કે (ટિકીટ નહીં મળે એમ સમજીને) કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારે તેમના પત્ની ( Prabhatsinh Chauhan Family conflicts ) એટલે કે ઘોઘંબા તાલુકાના ભાજપના પાર્ટી પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા હવે એ એમ કહે છે કે હું ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહેવાની છું. જયારે હવે પ્રભાતસિંહના પુત્રવધૂ સુમનબેન ચૌહાણની વાત કરીએ. તો સુમનબેન ગત વિધાનસભામાં કાલોલના ભાજપના ધારાસભ્ય રહ્યાં છે. જો કે આ વખતે ભાજપે આ વખતે તેમને કાલોલ વિધાનસભા બેઠકની (Kalol Assembly Seat) ટિકિટ નથી આપી. તેમની જગ્યાએ ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ત્યારે હવે પ્રભાતસિંહ કહે છે કે મારો પરિવાર મારી સાથે નથી. મને કોઈ ફરક પડતો નથી. મારી પાસે મારા કાર્યકરો છે. ત્યારે સુમનબેન પણ કહે છે કે મારા સસરા કોંગ્રેસમાં જોડાયા એ એમનો અંગત પ્રશ્ન છે. હું ભાજપમાં છું અને ભાજપ સાથે જ રહેવાની છું. હવે જોવાનું રહ્યું કે પ્રભાતસિંહને પરિવારે સાથ નથી આપ્યો તો પ્રજા સાથ આપે છે કે નહીં. પરિણામના દિવસે જ આ ખબર પડી જશે.

Last Updated : Nov 18, 2022, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.