ભરુચ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ( Gujarat Assembly Election 2022 ) ચૂંટણી જંગમાં ભાઈ સામે ભાઈની લડાઇ ( Election war between brothers ) થશે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકના ભાજપ ( BJP )ઉમેદવાર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ ( Ishwarsinh Thakorbhai Patel ) છે જ્યારે કોંગ્રેસના ( Congress ) ઉમેદવાર વિજયભાઈ ઠાકોરભાઈ પટેલ ( Vijaybhai Thakorbhai Patel ) છે. આ બંને ઉમેદવાર સગાભાઈઓ છે. ઇટીવી ભારતે આ બંને ઉમેદવારો ( Ankleshwar Hansot assembly brother vs brother ) સાથે વિશેષ વાતચીત કરીને બંને ભાઈની ચૂંટણી રણનીતિ જાણવા પ્રયાસ કર્યો હતો.
ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ વિશે જાણો ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો ( Ishwarsinh Thakorbhai Patel ) જન્મ 25 જૂન 1965ના રોજ થયો છે. તેઓ તળપદા કોળીસમાજમાંથી આવે છે.તેઓ ઓબીસી કેટેગરીમાં આવે છે. વંશપરંપરાગત વ્યવસાય ખેતી છે પણ તેઓ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ ધરાવે છે. જિલ્લામાં તેઓ ખાંડ ઉદ્યોગમાં અગ્રણી છે. હાલમાં તેઓ ભાજપમાં ધારાસભ્ય ઉપરાંત પ્રદેશ કારોબારી સભ્ય પદ ધરાવે છે. ઈશ્વરસિંહ પહેલાં રાજ્યકક્ષાના સહકાર, રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વતંત્ર હવાલો ધરાવતાં હતાં. વાહનવ્યવહાર, સંસદીય સચિવ, પૂર્વ જિલ્લા પ્રમુખ જેવી જવાબદારીઓ પણ તેમણે સંભાળી છે.તેમના પિતા ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલે પણ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય તરીકે 21 વર્ષ કામ કર્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર વિજય પટેલ વિશે કેટલુંક વિજય ઠાકોરભાઈ પટેલ ( Vijaybhai Thakorbhai Patel ) ઈશ્વરસિંહના મોટાભાઈ છે. તેમનો જન્મ 3 ડીસેમ્બર 1960ના રોજ થયો છે. તેમણે બીએ, એલએલબી અને એલડીસીનો અભ્યાસ કરેલો છે. ખેતી ઉપરાંત તેઓએ ધી હાંસોટ નાગરિક સહકારી બેન્કમાં મેનેજર તરીકે 24 વર્ષ જેવો સમય નોકરી પણ કરી હતી. જાહેરજીવનમાં કોલેજની ચૂંટણીઓથી જ ઝૂકાવી દીધું હતું. 2000માં તેઓ હાંસોલ તાલુકા પંચાયત પ્રમુખ બન્યાં હતાં. ભરુચ જિલ્લા પંચાયતની ખરચ બેઠક પરથી જીત્યાં હતાં. છેલ્લે 2020-21 સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અપક્ષ લડીને ભાજપના ઉમેદવારને હરાવ્યો હતો.
બંને ભાઈ આમનેસામને કેમ આવ્યાં ઈશ્વરસિંહ અને વિજયસિંહ કે જેઓ વિજય પટેલ તરીકે જાણીતાં છે. આ બંને ભાઈઓએ ગળથૂથીમાંથી રાજકારણના પાઠ ભણ્યાં છે. ઉપર જણાવ્યું તેમ તેમના પિતા ઠાકોરભાઈ પણ ધારાસભ્ય રહ્યાં હતાં. તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ધારાસભ્ય રહ્યાં હતાં. અંકલેશ્વર હાસોટ વિધાનસભાની બેઠક પર 1975માં ઠાકોરભાઈ પટેલ NCO (નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઈઝેશન) પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ ધારાસભ્ય તરીકે રહ્યા હતાં. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ પટેલ હતાં. આ એ સમય હતો જ્યારે દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ 1980માં ફરીથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અંકલેશ્વર ચૂંટણી લડ્યા હતા પરંતુ સતત બે વાર તેઓની હાર થઈ હતી. જ્યારે 1990 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિધાનસભામાં ઉમેદવારી કરી હતી અને તેઓ વિજેતા બન્યા હતાં. આ કારણે બંને ભાઈઓએ અલગ અલગ રાજકીય વિચારસરણી ઘડી છે. વિજય પટેલ પહેલેથી કોંગ્રેસ તરફી વિચારધારા ધરાવે છે જ્યારે ઈશ્વરસિંહ તેમના રાજકારણ પ્રવેશથી ભાજપી ગોત્રના છે. ત્યારે બંને વચ્ચેના વિચારધારાના મતભેદે તેઓને આજે આમનેસામને લાવીને ઊભા રાખ્યાં છે.
આવો સાંભળીએ કે આ બંને સગાંભાઈઓની વિચારધારામાં કેવો ફરક છે કે તેઓ એકબીજાની સામે લડવા સજ્જ થયાં છે. સૌપહેલાં જોઇએ ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ ( Ishwarsinh Thakorbhai Patel ) સાથેની વાતચીત.
સવાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા કયા કાર્યો ધ્યાને રાખીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા?
જવાબ ભારતીય જનતા પાર્ટીમાંથી અંકલેશ્વર વિધાનસભાની બેઠક પરથી હું સતત ચાર વાર ઉમેદવાર તરીકે જાહેર થયો છું અને ચાર ટર્મથી જીતતો આવ્યો છું અને ગુજરાત સરકારમાં બે વાર મંત્રી પદ પર રહી ચૂક્યો છું. સરકારની યોજનાઓને છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે પ્રજા વચ્ચે જઈને મેં જે કામો કર્યા છે તેમાં છેવાડાના ગામડા સુધી પીવાનું મીઠું પાણી રોડ રસ્તા અન્ય એવા કેટલાક કામો મેં મારી વિધાનસભા વિસ્તારમાં કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પાંચમી વાર મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.
સવાલ આ વખતે અંકલેશ્વર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તમારા સગા ભાઈને ઉમેદવાર ( Ankleshwar Hansot assembly brother vs brother ) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો કોળી સમાજના મતો ભાજપ કોંગ્રેસમાં વહેંચાઈ જશે તે બાબતે તમારું શું કહેવું છે?
જવાબ મારો અને મારા ભાઈના ડીએનએ એક છે પરંતુ વિચારધારા અલગ અલગ છે. મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે રહેલી છે જ્યારે મારા ભાઈની વિચારધારા કોંગ્રેસની સાથે રહેલી છે. મારા સમાજના મતો હર હંમેશના માટે ભાજપને વરેલા છે તેથી સમાજના મતો વહેચવાની કોઈ શક્યતા નથી. અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની જનતા હરહંમેશના માટે મારા પર અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને ભાજપને જ મત આપ્યા છે અને ભાજપને જ મત આપશે.
સવાલ અંકલેશ્વર એક ઔદ્યોગિક શહેર છે પરંતુ પોલ્યુશનને લઈને તમે વારંવાર સરકારને રજૂઆત કરી છે તેમ છતાં પણ તેનું સમાધાન હજી સુધી આવ્યું નથી?
જવાબ અંકલેશ્વર ઔદ્યોગિક શહેરમાં પોલ્યુશનને લઈને થોડા દિવસ અગાઉ ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડે આવ્યા હતા તેમની સાથે પોલ્યુશનને લઈને ઘણી ચર્ચાઓ કરવામાં આવી છે અને આવનારા સમયમાં તેનું પણ નિરાકરણ લાવવાના સતત પ્રયત્નો કરતા રહીશું.
સવાલ ગુજરાત વિધાનસભામાં આ વખતે ત્રિપાંખીયો જંગ લડાવાનો છે ત્યારે તમારી સીધી ટક્કર કઈ રાજનૈતિક પાર્ટી સાથે રહેશે?
જવાબ ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ હરીફ પાર્ટી છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી હર હંમેશના માટે લોકોનો ભરોસો જીતી આવી છે અને વિકાસના કામો કરતી આવી છે. ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે વિકાસ વિકાસ અને વિકાસ. અમે વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાનો વિશ્વાસ જીતીશું.
આવો હવે સાંભળીએ કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈ ઠાકોરભાઈ પટેલ ( Vijaybhai Thakorbhai Patel ) ને કે જેઓ ઇશ્વરસિંહના ( Election war between brothers ) ભાઈ છે. તેઓ શા માટે કોંગ્રેસની વિચારધારાને મહત્ત્વની ગણે છે મુદ્દે જાણવા પ્રયાસ કરીએ.
સવાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા તમારા કયા કાર્યો જોઈને તમને ઉમેદવારી કરવાની તક આપી છે?
જવાબ કોંગ્રેસ પાર્ટી એ મારા ભૂતકાળના સામાજિક કામો સેવાકીય પ્રવૃત્તિઓ અને રાજકીય આગેવાની ને ધ્યાનમાં રાખીને મને ઉમેદવારી કરવાની તક આપી છે.
સવાલ આ વખતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની બેઠક પરથી બે સગા ભાઈઓ વચ્ચે ચૂંટણીનો જંગ લડાવા જઈ રહ્યો છે ત્યારે કોળી સમાજના મતો કેટલા અંશે ભાજપ અને કોંગ્રેસમાં વહેચાશે
જવાબ હું મારા સમાજ માટે હરહંમેશા માટે દરેક કામોમાં સાથે રહ્યો છું અને અન્ય સમાજના લોકો સાથે પણ હું રહ્યો છું અને તેઓના દરેક કામમાં સાથે ઉભો રહીને કામો કરાવ્યા છે. જેથી કરીને મારો સમાજ હોય કે કોઈપણ સમાજ તેઓ મારા સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને મને જ વોટ આપશે.
સવાલ ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ભલે મારો અને મારા ભાઈનો ડીએનએ એક હોય પરંતુ વિચારધારા અલગ અલગ છે તે બાબતે તમારું શું કહેવું છે?
જવાબ ભલે અમારો ડીએનએ હોય પરંતુ હું કોંગ્રેસની વિચારધારાને અનુસરું છું જ્યારે મારા ભાઈ ભાજપની વિચારધારાને અનુસરે છે. મેં પણ ભારતીય જનતા પાર્ટીમાં રહીને કામ કરેલું. પરંતુ તેઓની ભ્રષ્ટાચારી નીતિને જોઈને મેં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખી અને કોંગ્રેસની વિચારધારાને અપનાવી લીધેલ.
સવાલ અંકલેશ્વર હાસોટ વિધાનસભાની બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપ પાસે રહેલી છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અને વર્તમાન ધારાસભ્ય દ્વારા વિકાસના કેટલાક કાર્યો થયા છે?
જવાબ અંકલેશ્વર હાસોટ વિધાનસભાની બેઠક પર વર્તમાન ધારાસભ્ય દ્વારા જેટલા પણ કામો કરવામાં આવ્યા છે તે ભ્રષ્ટાચારયુક્ત કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ ભ્રષ્ટ છે. તેઓ ક્યારેય પ્રજાના કામો કર્યા નથી અને હું જ્યારે વિધાનસભામાં જીતીને આવીશ ત્યારે પ્રજાના પ્રાથમિક જરૂરિયાતના જે પ્રશ્નો છે તેને જરૂરથી પ્રજાની વચ્ચે જઈને હલ કરીશ કારણ કે હું જમીનથી જોડાયેલો માણસ છું.