ન્યુઝ ડેસ્ક: ભારતીય ચૂંટણી પંચ એટલે કે ભારતના ચૂંટણી પંચે આવા ઘણા પ્લેટફોર્મ (Voter Helpline App) બનાવ્યા છે જેના દ્વારા તમે તમામ માહિતી મેળવી શકો છો. voter helpline app મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, ફરિયાદ કરવા, ઉમેદવારોની વિગતો શોધવા અને સૌથી અગત્યનું રીઅલ-ટાઇમ પરિણામો જોવા માટે શ્રેષ્ઠ એપ્લિકેશન છે. આ તમામ માહિતી તમે વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરીને મેળવી શકો છો.
ચૂંટણી વાળું KYC: આયોગ દ્વારા બીજી પણ એક એપ જાહેર કરવામાં આવી છે. બીજી એપનું નામ છે KYC !..તમે KYC સાંભળીને બેન્ક વાળું KYC સમજ્યા હસો પરંતુ આ બેન્ક વાળું KYC નથી ચૂંટણી વાળું KYC છે. જેનો અર્થ થાય છે know your candidate....તમે આ એપની મદદથી નોમિનેશન દાખલ કરનાર દરેક ઉમેદવારોની સંપૂર્ણ માહિતી ચેક કરી શકો છો. એપ્લિકેશનની મદદથી તમે ઉમેદવારનું ક્રિમિનલ બેગ્રાઉન્ડ પણ ચેક કરી શકો છો. ફક્ત એટલું જ નહિ KYC-ECI એપ પર ઉમેદવારને નામ લખીને સર્ચ કરવાથી પણ તેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.
મોબાઈલ એપ: સામાન્ય રીતે ચૂંટણી સમયે તમે જોયું જ હશે કે તમારી આસપાસ કેટલીક એવી વસ્તુઓ બનતી હોય છે જે તમને પણ અયોગ્ય લાગશે. જેમ કે ચૂંટણી દરમિયાન જો તમારી આસપાસ કોઈ ગરબડ થાય કે કોઈ ઉમેદવાર આચારસંહિતાનો ભંગ કરે..વોટ મેળવવા માટે કોઈને રિશ્વત અથવા દારૂ વહેંચે....કોઈ પણ ગેર કાનૂની ઘટના જે ન થવી જોઈએ પરંતુ તેને રોકવા માટે તમે અસમર્થ હોવ... તો તેની ફરિયાદ તમે સીધી ચૂંટણીપંચને કરી શકો છો. તેના માટે તમારે cVIGIL મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે....
C Vigil એપ: આયોગે C Vigil એપ દ્વારા તમને ફરિયાદ કરવાનો અધિકાર અને સત્તા આપી છે. એપ પર ફરિયાદ કરનારાઓનું નામ અને સરનામું પણ ગુપ્ત રાખવામાં આવશે. તમારે ફક્ત 2 મિનિટનો વીડિયો બનાવવાનો છે અથવા ફોટો ક્લિક કરવાનો છે... પછી તેને લોકેશનની સાથે એપ પર અપલોડ કરવાનો છે. જો સાચુ લોકેશન ન હોય તો જીપીએસ ઓન કરો અને પછી એપ ઓટોમેટીક લોકેશન જાણી જશે. ફરિયાદ કર્યા બાદ તમને એક યુનિક ID મળશે. જેનાથી તમે જાણી શકશો કે શું કાર્યવાહી કરવામાં આવી હતી. જે પણ ફરિયાદ હશે તેને કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે...ત્યાંથી ફરિયાદ સંબંધિત ટીમ પાસે જશે અને કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જવાબ એપ પર અપલોડ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર સો મિનિટમાં કરવામાં આવશે.
PWD app: હવે અમે એક એવી એપ વિશે વાત કરીશું જે ખાસ દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવી છે. તેને The person with Disabilities App. નામ આપવામાં આવ્યું છે એટલે કે PWD app. આ એપની મદદથી દિવ્યાંગ લોકો નવું રજીસ્ટ્રેશન, એડ્રેસ બદલવું વગેરે ઉપયોગ માટે આવી શકે છે. તેના માટે ફક્ત તમારે કોન્ટેક્ટ ડિટેલ આપવાની રહેશે. પહેલી વાર વોટ આપવા જતા હોવ ત્યારે પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, રાજ્ય, જિલ્લો અને મતદાન ક્ષેત્રનો ઉલ્લેખ કરવાનો હોય છે. જો તમે જુના મતદાર છો તો તમારે ફક્ત IDની ટોચ પર આપેલ EPIC નંબર દાખલ કરવો પડશે. આ જાણકારી આપ્યા બાદ બૂથ લેવલ ઓફિસર તમને ઘરે જ સુવિધાઓ આપશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો એપ દ્વારા જ વ્હીલચેર માટેની વિનંતી પણ કરી શકે છે.