ETV Bharat / assembly-elections

વડોદરાની ત્રણ બેઠકો પર થયેલા બળવાને લઈને ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો - મધુ શ્રીવાસ્તવ

ભાજપ (Bhartiya janta party) દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે અને વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Current MLA of Waghodia) અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ (BJP MLAs from Karajan-Padra) અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા (Home minister of gujarat Harsh sanghvi) પહોંચ્યા છે.

વડોદરાની ત્રણ બેઠકો પર થયેલા બળવાને લઈને ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો
efforts-at-damage-control-over-riots-in-three-vadodara-seats
author img

By

Published : Nov 12, 2022, 4:13 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા: વડોદરા જિલ્લામાં ભાજપ (Bhartiya janta party) દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની (Vadodara district) પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ટિકિટ કપાતા નેતાઓમાં નારાજગી જોવા મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કારતા જ ગૃહ રાજ્યપ્રધાન (Home minister of gujarat Harsh sanghvi) વડોદરા દોળી આવ્યા હતા. વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Current MLA of Waghodia) અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ (BJP MLAs from Karajan-Padra) અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

સ્થાનિકોમાં અસંતોષના કારણે ટિકિટ કપાઈ: ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર અપેક્ષીત ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક લોકોના વિરોધને કારણે 7મી ટર્મ ચૂંટણી લડવા માંગતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ આ બેઠક પર બળવાના એંધાણ હતાજ અને તેજ થયું પરંતુ ગૃહ રાજ્યપ્રધાનની હાજરી હોવી કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.

કાર્યકર્તાઓ ના ભરોસે ચૂંટણી લડવાની વાત: કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠક ઉપર પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવતા પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે (દિનુ મામા) કાર્યકરોના ખભે બંધુક મૂકી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આ ત્રણે બેઠક પર ભાજપને નુકસાન ન થાય તે પ્રમાણેની કવાયત હાલમાં ચાલી રહી છે.

ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો: વડોદરા માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની ઉંમરના કારણે ટિકિટ કપાવાની હોવાથી તેઓ પણ નારાજ છે. ત્યારે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં પ્રદેશ પ્રમુખ તેઓને મળી તેમને સમજાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે, માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે મોડી સાંજે તેમના મત વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો સાથે ઔપચારીક બેઠક કરતા અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી. સાથે સતત ચાલી રહેલ જિલ્લા ની બેઠકો માં વિવાદ વચ્ચે સમાધાન શુ નીકળે છે તે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તમામ સાથે બેઠક બાદ જ ખબર પડશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.