ડાંગ: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની (Gujrat Assembly Elections 2022) ચૂંટણીને લઈને દરેક વિધાનસભાની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. રાજ્યમાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાની 173મી વિધાનસભાની (Dang Assembly seat) બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ફરીવાર વિજય આર પટેલના નામ પર મહોરમારી રીપીટ કર્યા છે.
ડાંગ જિલ્લાના રાજકારણમાં હલચલ: કોંગ્રેસ પક્ષ દ્વારા નવા ચહેરા તરીકે ડાંગ કોંગ્રેસના યુવાન નેતા મુકેશ પટેલના નામ પર મહોરમારી છે, જ્યારે ડાંગ 173 વિધાનસભામાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી એ પણ એન્ટ્રી મારી છે. જેમાં એડવોકેટ સુનિલભાઈ ગામીતની પસંદ કરી છે. ડાંગ જિલ્લામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી એ ઉમેદવારના નામો જાહેર કરતા ડાંગ જિલ્લાના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. ડાંગ વિધાનસભાની ચૂંટણીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાશે.
ત્રણેય ઉમેદવારો ડાંગ જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ: ડાંગ 173 વિધાનસભાની બેઠક પર ભાજપા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ત્રણેય ઉમેદવારો ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવા તથા શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મજબૂત હોય જેથી ત્રિપાંખીયો જંગ સર્જાશે જેમાં કોઈ બે મત નથી. ડાંગ જિલ્લા વિધાનસભાની ચુંટણીમાં ત્રણેય પક્ષો દ્વારા જંગમાં બીગ ફાઇટ પાકી છે.