જામનગરઃ જામનગર ઉત્તર વિધાનસભાના (Gujarat Election 2022) ઉમેદવાર રીવાબા જામનગર જ નહીં પણ રાજકોટ પશ્ચિમના પણ મતદાર હોવાનું કહીને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નયનાબાએ એમના જ ભાભીને જ આયાતી ઉમેદવાર ગણાવી દીધા છે. તેમણે એક એવો પણ આક્ષેપ કર્યો છે કે, પ્રચાર રેલીમાં તેઓ નાના બાળકોને લઈને નીકળે છે. આ અંગે તેમણે મોરચો માંડતા મામલો ગરમાયો છે. નયનાબાએ જામનગરના વોર્ડ નં.1થી 3ના વિસ્તારમાં એક રોડ શૉ કર્યો હતો. તેમણે પોતાની ભાભી રીવાબા પર દાવો કર્યો હતો કે, એમનું ચૂંટણી કાર્ડ રાજકોટ પશ્ચિમનું છે.
પોતાને મત નથી આપતાઃ નયનાબાએ એવો સવાલ કર્યો હતો કે, જ્યાં તમે પોતાને મત નથી આપતા તો બીજા કે પ્રજાને મત અપીલ કેવી રીતે કરો? આમા જનતા તમને કેવી રીતે મત આપે. તમે નાના બાળકોને ચૂંટણી પ્રચારની રેલીમાં લઈને જાવ છો તો શું એની સામે ચૂંટણીપંચ કોઈ પ્રકારની કાર્યવાહી કરશે.? આ બાળકોમાંથી મોટાભાગના બાળકો 10 વર્ષથી નીચેના છે. સામાજિક કાર્યકર્તા સુભાષે ગુજરાત ચૂંટણીપંચને એક એવી ફરિયાદ કરી છે. જેમાં સ્પષ્ટતા કરી છે કે, આની સામે પગલાં લેવામાં આવે. તેની નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવે.
રીવાબાનો મતઃ આ મામલે એક મીડિયા રીપોર્ટ અનુસાર રીવાબાએ (Ravindra jadeja wife rivaba) જણાવ્યું હતું કે, આ તમામ પ્રકારના આક્ષેપો કોંગ્રેસે લગાવેલા છે. મારા નણંદે નહીં. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તા પર નથી, એટલે સત્તા પર આવવા માટે આવું કરી રહી છે. આવા મુદ્દાઓ ઈરાદા પૂર્વક ઊભા કરવામાં આવી રહ્યા છે. હું મહિલા સશક્તિકરણના અનેક એવા અભિયાન અને સંગઠન સાથે જોડાયેલી છું. એની દરેક પ્રવૃતિઓમાં ખૂબ સારી રીતે ભાગ લઈ રહી છું. મારા મત વિસ્તારમાંની મહિલાઓને સશકત કરવા મહેનત કરૂ છું. ન માત્ર મહિલા પણ યુવાનોને પણ વેગ મળે એવા મારા પ્રયાસ છે. 250-300 બાળકોને મફતમાં કોચિંગ મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળે એ માટે કોચિંગ ક્લાસ મેં શરૂ કર્યા છે. જેથી ભવિષ્યમાં તેઓ સરકારી નોકરી કરી શકે.
અટક નથી બદલીઃ સામે નયનાબા એ એવો આક્ષેપ કર્યો છે કે, રીવાબાના લગ્ન થઈ ચૂક્યા છે પણ એણે હજુ સુધી કોઈ અટક બદલી નથી. લગ્નને છ વર્ષ થઈ ગયા હોવા છતાં તેમણે કોઈ પ્રકારને અટક બદલી નથી. તે પોતાનું હજું પણ રીવાબા સોલંકી લખે છે. એના ચૂંટણીકાર્ડની તપાસ કરો. ચૂંટણીમાં જે ફોર્મ ભર્યું છે એ પણ જુઓ. હવે આવું તે શું કોઈ પબ્લિસિટી માટે કરે છે.