ETV Bharat / assembly-elections

'દાદા'ના હુલામણા નામથી જાણીતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું કબૂલાતનામું - ઉમેદવારી ફોર્મ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બસ આવી રહી જ રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન અને ઘાટલોડિયા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયાથી સોલા (Ghatlodia assembly seat) સુધી રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. આ સમયે અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8 કરોડની સંપત્તિ તો ધરાવે છે પરંતુ તેમની પાસે કાર નથી.

'દાદા'ના હુલામણા નામથી જાણીતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું કબૂલાતનામું
confession-and-details-of-chief-pradhan-bhupendra-patel-chief-minister-of-gujarat
author img

By

Published : Nov 18, 2022, 6:58 PM IST

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. ભાજપે તેના ઉમેદવારોની પસંદગીમાં મોટા ફેરફાર કર્યા છે. જો કે ભાજપે મુખ્યપ્રધાનનો ઉમેદવાર બદલવાની ના પાડી દીધી છે. મતલબ જો ભાજપ ફરી સત્તામાં આવે તો ભુપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યપ્રધાનના સપથ લેતા જોવા મળશે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય (Bhupendra Patel is the MLA of Ghatlodia) છે. ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલે (Anandi patel former cm of gujarat) કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં (Patidar reservation movement) તેમણે CM પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વિજય રૂપાણીના (vijay rupani BJP) રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.

confession-and-details-of-chief-pradhan-bhupendra-patel-chief-minister-of-gujarat

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું કબૂલાતનામું: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ઘાટલોડિયાથી ભર્યું છે. તેમને જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલનું શિક્ષણ: ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ 1977માં ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હતું. જ્યારે તેઓ ધી.ન્યુ. હાઈસ્કૂલમાં માધ્યમિક સુધીમાં અભ્યાસ કર્યો અને જે.બી.શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની સરકારી પોલીટેકનીકમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ એપ્રિલ 1982માં પૂરો કર્યો હતો. પેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ( Bhupendra Patel Education )કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.

દાદા’નું હુલામણું નામ ધરાવે છે: ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે. 2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.