ETV Bharat / assembly-elections

8.42 કરોડની સંપત્તિ હોવા છતાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે નથી કાર! - સૌથી વધુ મતથી જીતનાર ધારાસભ્ય

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister of Gujarat, Bhupendra Patel) પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Bhai Shah) હાજરીમાં અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક પરથી ધારાસભ્ય પદની ઉમેદવારી નોંધાવી હતી.તેમને કરેલા સોગંધનામામાં (affidavit) ચોંકાવનારી બાબતો સામે આવી છે.8.42 કરોડની સંપત્તિ હોવા છતાં તેમની પાસે કાર ન હોવાનો ખુલાસો થયો છે.

8.42 કરોડની સંપત્તિ હોવા છતાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે નથી કાર!
chief-minister-bhupendra-patel-does-not-have-a-car-despite-having-assets-of-8.42-crores
author img

By

Published : Nov 18, 2022, 2:02 PM IST

ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને લગભગ દરેક ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર ભરી દીધું છે. ત્યારે ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister of Gujarat, Bhupendra Patel) પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Bhai Shah) હાજરીમાં અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક (Ghatlodia seat of Ahmedabad city) પરથી ધારાસભ્ય પદની ઉમેદવારી નોંધાવી હતી.તેમને કરેલા સોગંધનામામાં (affidavit) ચોંકાવનારી બાબતો સામે આવી છે.8.42 કરોડની સંપત્તિ હોવા છતાં તેમની પાસે કાર ન હોવાનો ખુલાસો થયો છે.

8.42 કરોડની સંપત્તિ હોવા છતાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે નથી કાર!
chief-minister-bhupendra-patel-does-not-have-a-car-despite-having-assets-of-8.42-crores

મુખ્યપ્રધાનનું કબૂલાતનામું: ઉમેદવારી નોંધાવતી વખતે ભુપેન્દ્ર પટેલે ઉમેદવારી પત્રકની સાથે પોતાની પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી આપતું સોગંધનામુ રજુ કર્યું હતું. આ સોગંધનામામાં ભુપેન્દ્ર પટેલ પાસે 2,15,450 રૂપિયા રોકડા છે. જ્યારે તેમના પત્નીના પાસે 3,52,350 રૂપિયા રોકડ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય એફિડેવિટમાં 8.22 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જે પૈકી સ્થાવર સંપત્તિની કિંમત 4.59 કરોડ રૂપિયા અને જંગમ સંપત્તિની કિંમત 3.63 કરોડ રૂપિયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

કાર ન હોવાની કબૂલાત: અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે 24,75,000 રૂપિયાના કિંમતી દાગીના હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. જો કે આ સમગ્ર એફિડેવિટમાં તેમની પાસે તેમના નામ ઉપર રહેલા વાહનનો ઉલ્લેખ જોવા મળતો નથી. એફિડેવિટમાં ફક્ત તેમની પત્ની હેતલબેન પટેલ પાસે 42 હજાર રૂપિયાનું એક્ટિવા જ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

સૌથી વધુ મતથી જીતનાર ધારાસભ્ય: ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં તેમણે CM પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.