સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં સુરતની 12 વિધાનસભાની બેઠકોમાંથી વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat ) મહત્વની કહી શકાય છે. બિગ ફાઇટ સીટ ( Big Fight Seat ) બનેલી આ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. કારણ કે, છેલ્લા દસ વર્ષથી આ વિધાનસભાની બેઠક ઉપર ભાજપનું રાજ છે. આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી કુમાર કાનાણી ( Kumar Kanani )ને મેદાનમાં ઉતાર્યો છે. તો બીજી બાજું આમ આદમી પાર્ટીએ આ બેઠક ઉપર અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiriya ) ને તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયા ( Praful Togadia )ને મેદાનમાં ઉતાર્યાં છે. જોકે આ બેઠક ઉપર કુમાર કાનાણી રાજ્યના આરોગ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.
વરાછા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર BJPના વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat )ના ઉમેદવાર કુમાર કાનાણી ( Kumar Kanani )જેઓ વરાછા વિધાનસભા બેઠક ઉપરથી 2012 થી અત્યાર સુધી ધારાસભ્ય છે. તેમણે 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં 68,529 મત મળ્યા હતા. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 67,472 મત મળ્યા હતાં.જોકે 2015ની પાટીદાર આંદોલન બાદ પણ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.
વરાછા વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર પાટીદાર આંદોલનથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યા એવા AAP ના ઉમેદવાર અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiriya )વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat )ઉપરથી લડી રહ્યા છે. અલ્પેશને કથીરિયા પાટીદારનો નવો ચહેરો માનવામાં આવતો હતો. પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ 2015 પાટીદાર આંદોલનથી જ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. તેઓ પોતે એડવોકેટ પણ છે. તેઓ રાજ્ય સરકાર સમક્ષ પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકર્તાઓ પર જે કેસો કરવામાં આવ્યા હતાં તે કેસો પરત ખેંચવામાં આવે અને આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારને ઘણી વખત રજૂઆત કરી હતી. પરંતુ રાજ્ય સરકારે કોઈ યોગ્ય નિર્ણય નહી લેતા અંતે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
વરાછા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કોગ્રેસના પ્રફુલ તોગડિયાને ( Praful Togadia ) આ બેઠક ઉપરથી લડી રહ્યા છે.જેઓ કોંગ્રેસના કાર્યકર્તા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2015થી 2021 સુધી વિરોધ પક્ષના નેતા હતાં. છેલ્લા 12 વર્ષથી તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ વખતે તેમને વરાછા વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસે ટિકિટ આપી છે.
વરાછા વિધાનસભા બેઠક પર મતદાર સંખ્યા વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat ) મતદારો ની વાત કરવામાં આવે તો. આ વિધાનસભાની બેઠકો પર કુલ 2,15,702 મતદારો છે.એમાં પુરુષ મતદારોની સંખ્યા 120894 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 94803 છે અને અન્ય 5 મતદારો છે.
વરાછા વિધાનસભા બેઠક પર જોરદાર જંગ ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કારણ કે, વરાછા વિધાનસભા બેઠકમાં ( Varachha Assembly Seat )કોંગ્રેસનો પ્રચાર નહિવત જ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમીનો પ્રચાર છેલ્લા છ મહિનાથી જોવા મળી રહ્યો છે. અરે બીજી બાજુ ભાજપનો પણ પ્રચાર જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘણી તકરારો થઈ છે. છ દિવસ પહેલા જ આપ અને ભાજપ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. એટલે કે કહી શકાય છે કે આ વખતની વરાછા વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે.
આ બેઠકથી આપનું વજન વધ્યું છે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાસ એટલા માટે છે કે, ગત સુરતની કોર્પોરેશનની ચૂંટણીમાં 120 સીટમાંથી આમ આદમી પાર્ટીએ એક સાથે 27 સીટ મેળવી જીત મેળવી હતી. એ સાથે જ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર સુરત બની ગયું છે. જેને લઈને ભાજપ પણ ચિંતામાં જોવા મળી હતી.
વરાછા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણ વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat ) ઉપર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પાટીદાર મતદારોની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળી રહી છે. એટલે કે આ બેઠક ઉપર પટેલ, પાટીદાર પટેલ, પ્રજાપતિ સમાજ, અને સૌરાષ્ટ્ર- ભાવનગરના ગઢવી સમાજ વધુ રહે છે.
અગાઉની ચૂંટણીના પરિણામ 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્યારે ભાજપે કુમાર કાનાણી ( Kumar Kanani )ને મેદાનમાં ઉતાર્યા હતાં અને કોંગ્રેસે ધીરુભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતાં. તે સમયે વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat )ઉપર કુલ 1,27,420 મત મળ્યા હતા. તેમાંથી ભાજપના કુમાર કાનાણીને 68,529 મત મળ્યા હતાં તો કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 48,170 મત મળ્યા હતા. એટલેકે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભા બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજય થયાં હતા. 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર ભાજપે ફરીથી કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે કોંગ્રેસે પણ ધીરુભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું. આ બેઠક ઉપર પાટીદારોનો પણ ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો.આ બેઠક ઉપર એ સમયે કુલ 1.25.191 મત મળ્યા હતાં. તેમાંથી ભાજપના કુમાર કાનાણીને 67,472 મત મળ્યા હતાં ત્યારે કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 54,474 મત મળ્યા હતાં. એટલેકે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભાની બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજયી થયાં હતાં.