સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે, તેથી કોંગ્રેસ (indian national congress) ફરી એકવાર રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ (aam aadmi party) પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનો ઈતિહાસ શું હતો, અત્યાર સુધી કોનો કબજો રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ પ્રભુત્વ જમાવવાના છે.
2008માં અસ્તિત્વમાં આવી વિધાનસભા: 2008માં ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારના નવા સીમાંકન પછી સુરતની કતારગામ વિધાનસભાનું (Katargam Assembly Seat )અસ્તિત્વ પણ આવ્યું. આ વિસ્તાર સુરતના 84 વિધાનસભા મત વિસ્તારનો ભાગ હતો. નવી વિધાનસભાની રચના બાદ ભાજપે અહીંથી જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચેલા નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી અને પહેલીવાર ધારાસભ્ય બનેલા વિનોદ મોરડિયાને ગુજરાત સરકારના મંત્રાલયમાં સ્થાન મળ્યું. હાલમાં તેઓ શહેરી વિકાસ રાજ્યપ્રધાન છે. એકંદરે કતારગામ મત વિસ્તારની (Assembly seat of Katargam ) રાજકીય પૃષ્ઠભૂમિ ભાજપની તરફેણમાં રહી છે.
બિગ ફાઇટ: 2022ની વિધાનસભા ચૂંટણીમાં કટરગામથી આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપતા આ સીટ ચર્ચામાં આવી છે. ગોપાલ ઈટાલીયા પાટીદાર સમાજમાંથી આવે છે સાથે સાથે પોતાની પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુભાઈ ફરીથી રિપીટ થયા છે, પરંતુ સુરત શહેરની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઊતરતાં હવે એનાપર જબરજસ્ત ટકરાવ થાય એવાં દૃશ્યો જોવા મળશે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવતા હતા અને કામગીરીને લઈને તેમને આડા હાથે લેવામાં આવતા હતા. શહેરી વિકાસમંત્રી તરીકે વિનુ મોરડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે આક્ષેપો કરવાના નહીં, પરંતુ મતદારોને પોતાના તરફેણમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પાટીદારો ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આવી બેઠક પરથી અલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. પ્રજાપતિ સમાજના છે અને યુવા ચહેરો છે.
કતારગામ વિધાનસભાની ખાસિયત: 2008માં ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ રચાયેલ કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )મતવિસ્તાર સુરત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. હાલમાં દર્શનાબેન જરદોશ (Darshna Jardosh Seat ) સુરત લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે અને તેઓ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય પ્રધાન પણ છે. આ સેક્ટરનો મુખ્ય બિઝનેસ ડાયમંડ અને ટેક્સટાઈલ છે.પરંતુ મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો રહે છે, જેઓ અત્યાર સુધી ભાજપના સમર્થક સાબિત થયા છે. આ વિસ્તારમાં કાપડની લૂમની સાથે કાપડની મિલો અને હીરાના નાના કારખાનાઓ પણ છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રમિકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે.
2017ની વિધાનસભા ચૂંટણી: પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )ક્ષેત્રમાં રહે છે, જે પાટીદાર મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ ઉપરાંત પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ આ વિધાનસભા વિસ્તારમાં છે. સાથે જ દલિત વર્ગ પણ મોટી સંખ્યામાં વસે છે. આવી સ્થિતિમાં ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજના નાનુભાઈ વાનાણી અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા પાટીદાર સમાજના વિનોદ મોરડિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે કોંગ્રેસમાં 2012માં પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ અને 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.પરંતુ બંને વખત કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપનો વિજય થયો હતો.
ચૂંટણીના મુદ્દાઓ: ચૂંટણીના મુદ્દાઓની વાત કરીએ તો કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિસ્તારમાં સુરત મહાનગરપાલિકામાંથી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. પછી ભલે તે રોડ, પાણી અને વીજળી હોય. અહીં કોઈ આવી સમસ્યા નથી. અહીં પ્રાચીન કાંતારેશ્વર મંદિર છે જ્યારે હેરિટેજમાં શ્રેણી પ્રાપ્ત કરનાર ડચ કબ્રસ્તાન પણ છે જેનો વિકાસ કરી શકાય છે. ત્યારે કહી શકાય કે ભાજપ માટે આ બેઠક પરની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવી સરળ રહી શકે છે.