વડોદરા જિલ્લાએ સૌથી વધુ રાજ્ય સરકારના પ્રધાનો આપ્યા છે અને તે જગજાહેર છે. ચૂંટણીનો રંગ ગુજરાતમાં જામી ગયો છે. ત્યારે આજે આપણે વાત કરીશું વડોદરાની 10 વિધાનસભા બેઠકોની (Assembly elections Gujarat 2022) કે શું છે તેમનો ઇતિહાસ અને શું છે આજ. વડોદરા જીલ્લાની (Vadodara assembly seat) 5 વિધાનસભા બેઠક અને શહેરની 5 બેઠક મળી કુલ 10 વિધાનસભા બેઠક આવેલ છે. આ બેઠકોમાં શહેર 141 ,સયાજીગંજ 142,અકોટા 143, રાવપુરા 144 ,માંજલપુર 145 આવેલ છે. જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો સાવલી 135 , વાઘોડિયા 136 , ડભોઇ 140 ,પાદરા 146 ,કરજણ 147 વિધાનસભા બેઠક આવેલ છે. હાલમાં આ તમામ બેઠકોમાં કોંગ્રેસ હસ્તજ પાદરા વિધાનસભા બેઠક છે. અને 9 બેઠકો ભાજપ હસ્તક છે. આ તમામ બેઠકો પર શુ રહ્યો છે 27 વર્ષનો ઇતિહાસ આવો જાણીએ.
ભાજપ છવાયું વર્ષ 1990ના દાયકામાં ભાજપ હસ્તક માત્ર એકજ બેઠક હતી. બાદમાં સમય જતાં ભાજપનો દબદબો વધતો ગયો. વર્ષ 2002માં ભાજપે જિલ્લાની તમામ બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. આજે પણ વડોદરા જિલ્લાની(Vadodara assembly seat) 10 વિધાનસભા બેઠક પૈકી 9 પર ભાજપનો કબજો રહ્યો છે. એકમાત્ર પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. એટલે કે ભાજપ એ 27 વર્ષ પૂર્વે વડોદરા જિલ્લામાં એક બેઠકથી ખાતું ખોલ્યું હતું. જે જિલ્લો આજે ભાજપનો ગઢ બની ગયો છે.
જિલ્લામાં મતદારોની સંખ્યા વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકો છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું. અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. છેલ્લા મતદાર યાદી પ્રમાણે વડોદરા જિલ્લામાં કુલ 26.02 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 13.31 લાખ પુરુષ મતદારો, 12.70 લાખ મહિલા મતદારો અને 223 થર્ડ જેન્ડર મતદારો છે.
બેઠકોનો ઇતિહાસ વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકમાં (Assembly elections Gujarat 2022) વડોદરા શહેર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર 27 ટકા ઓબીસી ,17 ટકા દલિત, 13 ટકા પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે. આ બેઠક અ. જા ની અનામત બેઠક છે. આ બેઠક પર 2લાખ 70 હજારથી પણ વધુ મતદારો છે. આ 1967 થી અસ્તિત્વમાં આવી છે. 1990 બાદ ભાજપ સતત અહીં જીતતું આવ્યું છે. આ બેઠકે રાજ્ય સરકારમાં પ્રધાન પણ આપ્યા છે ત્યારે આ બેઠક શહેરની મહત્વની બેઠક સાબિત થઈ રહી છે. આ બેઠક પર ભાજપ દ્વારા નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
રાવપુરા વિધાનસભા બેઠકની (Raopura Assembly) વાત કરવામાં આવે તો છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. જેમાં ચાર ટર્મ રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન યોગેશ પટેલે શાસન કર્યું છે. આ બેઠક મહત્વની એટલા માટે છે કે આ બેઠક પર હાલમાં 2 ટર્મથી ચૂંટાતા રાજેન્દ્ર ત્રિવેદી પણ રાજ્ય સરકારમાં પ્રધાન છે. અને અગાઉ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ તરીકે ની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. આ બેઠક પર 2 લાખ 68 હજારથી વધુ મતદારો છે. અહીં 42 જેટલા મુસ્લિમ ,40 હજાર પાટીદાર,60 હજાર વાણીયા,50 હજાર બ્રાહ્મણ,30 હજાર મરાઠી અને અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ બેઠક પર ભાજપ દ્વારા અન્ય યુવા ઉમેદવારને મોકો આપી શકે છે.
સયાજીગંજ વિધાનસભાની બેઠક આ બેઠક (Sayajiganj Assembly seat) પર 4 ટર્મથી જીતેન્દ્ર સુખડીયા ચૂંટાતા આવ્યા છે. આ બેઠકે પૂર્વ રાજ્ય પ્રધાન આપ્યા છે. 2 લાખ 93 હજારથી વધુ મતદારો છે. સૌથી વધુ ઓબીસી મતદારો આ બેઠક પર છે આ બેઠક છાણી નવાયાર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠક પર ફરી એક વાર નવો ચહેરો ભાજપ તરફથી મુકવામાં આવશે તે નિશ્ચિત છે.
અકોટા વિધાનસભા વિધાનસભા બેઠક (Akota Assembly) 2008માં થયેલ નવા સીમાંકન માં અસ્તિત્વમાં આવી છે. અને ત્યારથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર બે વાર ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર 2 લાખ 46 હજારથી વધુ મતદારો આવેલા છે. આ બેઠક પર મરાઠી મતદારોની સંખ્યા 25 ટકા, મુસ્લિમ 30 ટકા, SC અને ST સમાજના 15 ટકા મતદારો છે ત્યારે અન્ય જ્ઞાતિના 30 ટકા મતદારો છે. આ બેઠક પર ભાજપ ફરી ઉમેદવાર ને રિપીટ કરી શકે છે.
માંજલપુર વિધાનસભા બેઠક આ બેઠક (Manjalpur assembly seat) 2012 માં રાવપુરા વિધાનસભા બેઠકમાંથી છૂટી પડી અસ્તિત્વમાં આવી છે. આ બેઠકે પણ રાજ્ય સરકારમાં પ્રધાન આપ્યા છે. આ બેઠક પર 2 લાખ 32 હજારથી પણ વધુ મતદારો છે. અહીં પટીદાર, મરાઠી, હિન્દીભાષી મતદારોનું વધુ પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર રાવપુરા વિધાનસભમાં સતત વર્ચસ્વ ધરાવતા યોગેશ પટેલ માંજલપુર વિધાનસભા બેઠક પર પણ જીત મેળવી છે. એટલે કહી શકાય કે યોગેશ પટેલ એક ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે. જેઓ 7 ટર્મ ચૂંટાયા છે અને હજુ ટિકિટ માંગી છે પરંતુ ભાજપ દ્વારા ઉંમરના હિસાબે યુવા ખેલાડીને મેદાને ઉતારી શકે છે.
ડભોઇ વિધાનસભા આ બેઠક 1962 થી ચૂંટણી યોજાતો આવી છે. આ બેઠકનો (Dabhoi Assembly) ઇતિહાસ રહ્યો છે, કે કોઈ પણ ઉમેદવાર 2 ટર્મથી વધુ વાર જીતતો નથી. આ બેઠક દરેક પક્ષ માટે જીત અનિશ્ચિત ગણાય છે. આ બેઠક પર 2 લાખ 20 થી વધુ મતદારો છે. આ બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો વણિક મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં પટેલ સમુદાય અને મુસ્લિમ સમુદાય વસ્તી પણ વસી રહી છે. આ બેઠક પર ભાજપ હાલના ધારાસભ્ય શૈલેષ મહેતા ને મોકો મળી શકે છે.
કરજણ બેઠક 1962થી ચૂંટણી યોજાતી આવી છે જેમાં કોંગ્રેસનું આ બેઠક (Karjan seat) પર વધુ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસ 9 વાર આ બેઠક પર જીત મેળવી છે તો ભાજપે માત્ર 3 વાર ચૂંટણી જીતી છે. ગત 2017 માં કોંગ્રેસના અક્ષય પટેલ જીત્યા હતા પરંતુ બાદમાં પક્ષ પલટો કરી 2020 માં બાય ઇલેક્શનમાં ભાજપમાંથી ચૂંટાયા હતા. આ બેઠક હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે આ વિધાનસભા માં ભાજપ અક્ષય પટેલને ફરી મોકો આપી શકે છે. કરજણ વિધાનસભા બેઠકમાં 2.4 લાખ મતદારો છે.અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ વધુ રહ્યું છે.
વાઘોડિયા વિધાનસભા આ બેઠક 1962થી ચૂંટણીઓ યોજાતી આવી છે. અહીં ભાજપ છેલ્લા છ ટર્મથી સતત જીતી રહ્યું છે. અને ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે પોતાની પત્નીને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું છે. ત્યારે આ બેઠક પર ભાજપ નવા ચહેરાને પ્રાધાન્ય આપે છે કે પછી પરિવાર વાદ રાખી ટિકિટ આપે છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે. જેમાં જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. વાઘોડિયા બેઠક પર આ વખતે ત્રિપંખીયો જંગ જોવા મળી શકે છે.
સાવલી વિધાનસભા બેઠક આ બેઠક પર વધુ વર્ચસ્વ કોંગ્રેસનું રહ્યું છે. આ બેઠક પર 2012 માં અપક્ષ તરીકે કેતન ઇનામદાર જીત મેળવી હતી અને 2017 માં ભાજપમાંથી જીત મેળવી ભાજપ માટે સંકટમોચન બન્યા હતા પરંતુ આ બેઠક પર ભાજપને ફરી ટિકિટ ને લઈ અસમંજસ માં છે ત્યારે કોને ટિકિટ આપવી તે સૌથી મોટો સવાલ છે. આ બેઠક પર 2 લાખ 27 હજારથી વધુ મતદારો નોંધાયા છે. આ બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં તમામ સમુદાયની વસ્તી પણ વસી રહી છે. મુખ્યત્વે ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ ના કારણે અહીં ક્ષત્રિય ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવે છે.
પાદરા વિધાનસભા બેઠક આ બેઠક (Padra assembly seat) ક્યારે પણ ભાજપ સતત જીત્યું નથી. ત્યારે આ બેઠક પર ફરી એકવાર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે. આ બેઠક પર 2 લાખ 40થી વધુ હજાર મતદારો છે. જેમાં ક્ષત્રિય મતદારો 65 ટકા, પાટીદાર મતદારો 12 ટકા, લઘુમતી મતદારો 11 ટકા, SC-ST, ઓબીસી મતદારો 12 ટકા છે. આ બેઠક પર ભાજપ દ્વારા 2012 માં જીતેલ દિનેશ પટેલ જેઓ દિનુમામા ના નામથી જાણીતા છે ત્યારે આ વિધાનસભામાં અન્ય કોઈ ઉમેદવારને મોકો મળી શકે છે.