ETV Bharat / assembly-elections

વાગરામાં વિજય સંકલ્પ સાથે અમિત શાહનો પ્રચંડ પ્રચાર, સલામત ગુજરાત વિકાસની નવી રાહ પર હોવાનો દાવો - Ram Mandir

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ગૃહપ્રધાન અમિત શાહે વાગરા વિધાનસભા બેઠક ( Vagra Assembly Seat ) માટે ( Amit Shah in bharuch ) ચૂંટણી સભા સંબોધન કર્યું હતું. કોંગ્રેસ અને અન્ય પક્ષોની આકરી ઝાટકણી કાઢતાં અમિત શાહે વિજય સંકલ્પ દોહરાવ્યો હતો અને ભાજપે કરેલા કામોને લોકો સમક્ષ આત્મવિશ્વાસથી વર્ણવ્યાં ( BJP Campaign ) હતાં.

વાગરામાં વિજય સંકલ્પ સાથે અમિત શાહનો પ્રચંડ પ્રચાર, સલામત ગુજરાત વિકાસની નવી રાહ પર હોવાનો દાવો

author img

By

Published : Nov 25, 2022, 8:04 PM IST

ભરુચ ભાજપના વિજય સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ( Vagra Assembly Seat ) ના વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિરાટ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપનો પ્રચાર ( BJP Campaign )કરવા ચૂંટણી સભાને સંબોધી હતી. કોંગ્રેસ અને અન્ય પક્ષોને આડે હાથે લઈ વિકાસ માટે ફરી વાગરામાં કમળ ખીલવવા અપીલ કરી હતી. તેમણે નર્મદા પરિક્રમાની પવિત્ર ભરૂચ ભૂમિને પ્રણામ કરી પોતાનું સંબોધન ( Amit Shah in bharuch )શરૂ કર્યું હતું.

તમામની ચિંતા મોદી સરકારે કરી છે

ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ અમિત શાહ ( Amit Shah in bharuch ) વાગરા ખાતે જનસભાને સંબોધન માટે આવવાના હતાં તે પહેલાં વાગરા વિધાનસભા બેઠક ( Vagra Assembly Seat )ના ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાહના આગમન પૂર્વે સભામાં આવેલ મહિલાઓ લોકગીતોના તાલે ઝૂમી ઉઠી હતી. મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી અમે ગુજરાતી લહેરીલાલા જેવા ગીતો પર મહિલાઓ કમળના સિમ્બોલ સાથે ઝૂમતી જોવા મળી હતી.

અમિત શાહનો આક્ષેપ કોંગ્રેસ ગજવાં ભર્યાં ગૃહપ્રધાન અમિત શાહે ( Amit Shah in bharuch ) વાગરાના લોકોને સંબોધતાં જણાવ્યું કે કોંગ્રેસીયાઓએ અનેક વર્ષ સુધી ગુજરાતમાં રાજ કર્યું, ગજવા ભરવા સિવાય કંઈ નહીં કર્યું નહીં. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ, એકબીજાના પર્યાય હોવાનું તેમણે ગણાવ્યું હતું. ભૂતકાળમાં ગમે તેટલા રૂપિયા આવે પણ દરવાજો બની ઉભેલી કોંગ્રેસ પોતાના ઘર ભરતી હોય. ગુજરાતનો વિકાસ થવા જ ન દીધો. ભરૂચની ભૂમિએ પણ અનેક રમખાણ જોયા છે. 2002માં ગુજરાતમાં રમખાણ કરવાની હિંમત કરી તેઓને કેવો પાઠ ભણાવાયો કે આજે નરેન્દ્ર મોદી રાજમાં 22 વર્ષથી ગુજરાતને કોંગ્રેસની રમખાણની આગમાંથી બહાર કાઢી વિકાસ તરફ ભાજપ લઈ ગઈ છે.

દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડ્યો વધુમાં શાહ ( Amit Shah in bharuch ) વાગરા ખાતે બોલ્યા હતાં કે, કોંગ્રેસીયાઓના રાજમાં ગુજરાતમાં પીરઝાદા, લતીફ કેટલાય દાદા હતાં. આજે આપણા ગુજરાતમાં એક જ દાદા છે અને તે હનુમાન દાદા. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા સાથે સલામત ગુજરાત વિકાસની નવી રાહ કંડારી રહ્યું છે. ચાવાળાને ત્યાં જન્મેલા નરેન્દ્ર મોદી ગરીબોની વેદના બરોબર સમજે છે. કોરોના કાળમાં દેશમાં એકેય ગરીબને ભૂખે મરવા દીધો નથી. દરેકને મફત રસીકરણ કરી તમામની ચિંતા મોદી સરકારે કરી છે. જનજનની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી સીધો પોહચડવામાં આવ્યો છે.

ભાજપના કામ બતાવવા સપ્તાહ બેસાડવી પડે વર્ષ 1995 થી 2022 સુધી ગુજરાત અને દેશ માટે નરેન્દ્ર મોદીએ શું કર્યું તે ગણાવવું હોય તો ડોંગરેજી મહારાજની જેમ ભગવદ સપ્તાહ બેસાડવી પડે. કાશ્મીરમાં પણ કલમ 370 હટાવતાં તમામ પક્ષો લોહીની નદીઓ વહેશે તેવું કાંઉ કાંઉ કરતા હતાં. જોકે આજે ત્રણ વર્ષ થઈ ગયા કાશ્મીરમાં એક કાંકરીચાળો થયો નથી. રામમંદિર ( Ram Mandir ) સહિત ભારતના તમામ તીર્થોનું પુનઃ ભવ્ય નિર્માણ મોદીએ કર્યું છે. ગુજરાત સાથે સમગ્ર દેશ આજે આગળ વધી રહ્યો છે. ભરૂચમાં પણ વિકાસની એક બાદ એક ભેટોની હારમાળા સર્જાઈ છે.ે આવનાર સમયમાં હજી પણ ભરૂચમાં એરપોર્ટ સહિત કરોડોના પ્રોજેક્ટ આવી રહ્યા છે. રાહુલબાબાને 2024ની ટિકિટ બુક કરાવી લેવા પણ અમિત શાહે ફરી જણાવ્યું કે પહેલી જાન્યુઆરી 2024 માં રામમંદિરનું નિર્માણ થઈ જવાનું છે. આ સાથે અમિત શાહે જનતાને કહ્યું કે જનતાનો મત જેણે ગુજરાત બનાવ્યું તેને કહી, આપણો મત કમળ, ભાજપ અને વાગરા ( Vagra Assembly Seat ) ના અરૂણસિંહ રાણાને આપવા અંતમાં અપીલ ( Amit Shah in bharuch ) કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.