અમદાવાદ : AAPના CM ફેસ ઈસુદાન ગઢવી ઘુમામાં મતદાન (AAP CM candidate Isudan Gadhvi voted in Ahmedabad) કર્યુ છે. તેમણે લોકશાહીના પર્વની ઉજવની કરીને મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. મતદાન આપીને ઈસુદાન ગઢવી બહાર નીકળ્યા ત્યારે જય શ્રી રામ અને મોદી મોદીના નારા લાગ્યા હતા. (Gujarat Assembly Election 2022) ઈસુદાન ગઢવીએ ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, જે પણ લોકો મત આપવા જાય ત્યારે પોતાના બાળકોનું ભવિષ્ય, શિક્ષણ સહિતની બાબતો ધ્યાનમાં રાખીને મત આપે.
ખેડૂત પરિવારમાં જન્મ : એક પત્રકાર તરીકે કારકીર્દી શરૂ કરીને આજે રાજકારણ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) મહત્વના નેતા તરીકે ઓળખાતા ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં જામખંભાળિયાના પીપળિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખેરાજભાઈ હતું, જે પોતે વ્યવસાયે ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ (isudan gadhvi aap) પોતાનું શિક્ષણ પોતાના વતન તેમજ જામનગરની કૉલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું ત્યારબાદ પિતાની ઈચ્છા હોવાથી પત્રકારત્વ માટે અમદાવાદમાં આવ્યા હતા.
150 કરોડના કૌભાંડનક પર્દાફાશ કર્યો : પત્રકારત્વમાં તેમની કારકિર્દીની શરૂઆતમાં, ગઢવીએ ‘યોજના’ નામના લોકપ્રિય દૂરદર્શન શૉમાં કામ કર્યું હતું. વર્ષ 2007થી 2011 સુધી તેમણે પોરબંદરમાં ક્ષેત્રીય પત્રકાર તરીકે ETV ન્યૂઝ ગુજરાતીમાં કામ કર્યું હતું. બાદમાં તેમણે તેમના ન્યૂઝ શૉંમાં ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વનનાબૂદીના 150 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેના પછી ગુજરાત સરકારને પગલાં લેવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગઢવીને (isudan gadhvi aap) ખ્યાતિમાં વધારો કરવામાં મદદ કરી અને તેમને નિર્ભય પત્રકારનો બિલ્લો મળ્યો.
એક ટીવી ચેનલ કાર્યક્રમથી તેમનું કદ વધ્યું : ઈસુદાન ગઢવી (isudan gadhvi aap) દક્ષિણ ગુજરાતની ખાનગી ચેનલમાં કામ કર્યા બાદ તેમને અન્ય એક ચેનલમાં બ્યૂરોચીફ તરીકે જવાબદારી મળી હતી. તેમને તે જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી જેમાં તેમના એક કાર્યક્રમ નામના ટીવી શૉના કારણે તેમની લોકપ્રિયતા સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેઓ મધ્યમ વર્ગ, ખેડૂતો લગતા પ્રશ્નો સરકાર સમક્ષ મૂકતા હતા. આના કારણે તાલુકા અને ગામડા લેવલ તેમનું કદ દિવસેને દિવસે વધતું ગયું હતું. બીજી તરફ સરકાર સામે અનેક સવાલો કરવા છતાં કોઈ નિરાકરણ બહાર ન આવતા તેમણે વિચાર્યું કે, આ ગંદકી સાફ કરવા માટે મારે પોતે ગંદકીમાં પડવું ઉતરવું પડશે. એટલે તેમણે પત્રકારત્વ છોડી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.