ન્યુઝ ડેસ્ક: લોકશાહીનાં મહાપર્વની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજયના મતદારો પોતાનાં વિસ્તારના મનગમતા ધારાસભ્યનાં ઉમેદવારને ચૂંટવા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન કરનાર હોય છે, પરંતુ ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લાનાં રાઠ પ્રદેશમાં આવેલા સાજનપૂર ગામમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે (There will be no election in Chhota Udepur village) નહીં.
મઘ્ય પ્રદેશનું રેવન્યુ ગામ: આમ તો સાજનપૂર ગામની પૂર્વે ખડકવાડા ગામ આવેલું છે, જ્યારે પશ્ચિમમાં ટીમલા ગામ આવેલું છે, ઉતરે ગુનાટા ગામ આવેલું છે તો દક્ષિણે મોટી રંગપુર મોટીસઢલી ગામ આવેલું છે. આમ આ સાજનપૂર ગામની ચતુર્થસીમા જોતાં આ ગામની ચારે બાજુ ગુજરાત રાજ્યનાં ગામો આવેલા છે. લોક માન્યતા મુજબ રાજા રજવાડાનાં વખતથી છોટા ઉદેપુર જિલ્લાની સરહદમાં આવેલા સાજનપુર ગામને મઘ્ય પ્રદેશનાં રાજાને જાગીર માં અપાયેલું હોય, આઝાદી બાદ પણ આ ગામને રેવન્યુ ગુજરાત રાજ્ય હસ્તક લેવાનું રહી જતાં આ ગામ ગુજરાત રાજ્યની સરહદમાં આવેલું હોવા છતાં મઘ્ય પ્રદેશનું રેવન્યુ વિલેજ (revenue village of Maghya Pradesh) છે.
ગામમાં 1244 ની વસ્તી: ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લાનીં સરહદમાં આવેલા આ સાજનપુર ગામની વાત કરીએ તો આ ગામમાં 1244ની વસ્તી ધરાવે છે, જેમાં 700 જેટલા મતદારો મતદાન કરે છે. જેમાં 98.4 ટકા આદિવાસી લોકો ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે જ્યારે 0.4 ટકા લોકો SC સમાજનાં નિવાસ કરી રહ્યા છે. મઘ્ય પ્રદેશ સરકારનું રેવન્યું ગામ હોવાને કારણે આ ગામથીં 6 કી. મી દૂર આવલું કઠીવાંડા તાલુકા મથક છે, તો 25 કિલો મીટર દૂર અલીરાજપુર જિલ્લા મથક છે. જયારે 8 કી.મી દૂર ચાંદપુર પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્દોર ડિવિઝનમાં આવેલું આ ગામ છે. મઘ્ય પ્રદેશ પ્રશાસન દ્વારા સંચાલિત આ ગામમાં શિક્ષણની વ્યવસ્થા માટે ત્રણ જેટલી ફળિયા દિઠ વર્ગ શાળા આવેલી છે, જયારે ગામમાં ધોરણ 1 થી 10 સુધી ની કસ્તુરબા નિવાસી શાળા આવેલી છે, જેમાં 200 જેટલાં વિદ્યાર્થીઓ શાળામાં રહી ને અભ્યાસ કરી રહ્યાં છે.
રોડની સુવિધા પુરી કરવાની માંગ: સાજનપુર ગામમાં વ્હોરા જ્ઞાતિના એક પરીવાર સિવાય તમામ લોકો આદીવાસી કનાસિયા ગોત્રનાં નિવાસ કરે છે, પરંતુ આ ગામ ના લોકોનો મોટી સમસ્યા એ રહીં છે કે જિલ્લા મથક અલીરાજપુર કે ચાંદપુર જવા માટે સાજનપુર થી રંગપુર સુધીનાં બિસ્માર રોડ પરથી પસાર થવું પડે છે. આ બિસ્માર માર્ગ વિશે પૂર્વ સરપંચ ગમજીભાઇ કનેશ જણાવે છે કે, અમારું ગામ રાજા રજવાડાંનાં સમય થી મઘ્ય પ્રદેશ રાજ્ય નું છે ને અમારાં ગામના લોકો મઘ્ય પ્રદેશ રાજ્યમાં રહેવા માંગતા હોવાના ને લઇને આ ગામ મઘ્ય પ્રદેશનું રેવન્યુ ગામ છે, ગામ માં શાળા 3 વર્ગ શાળા ઓ આવેલી છે, ધોરણ 1 થી 10 સુધી ની નિવાસી શાળા આવેલી છે પરંતુ અમારા ગામ થી મુખ્ય રોડ ને જોડતાં રસ્તાઓ ગુજરાત રાજ્યમાં આવેલા છે. જેથી મુખ્ય મથક અલીરાજપૂર કે કઠીવાડા તાલુકા મથકે આવવા જવા માટે રસ્તો નથી.. જેને લઇને ગામના લોકોને ઘણી અગવડતા પડે છે. આમારુ ગામ ગુજરાતની વચ્ચે આવેલું હોવાથી અમોને ગુજરાત સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર (Government of Gujarat and Madhya Pradesh) બન્ને મળી અમારી બુનિયાદી સુવિધા રોડની માંગ પૂરી કરે એવી અમારી માંગ છે.
મોટાં ભાગનાં આદિવાસી લોકો રહે: ઉલ્લેખનીય છે કે, ભીલ પ્રદેશમાં મોટાં ભાગનાં આદિવાસી લોકો નિવાસ કરે છે, જયારે ચૂંટાયેલાં પ્રતિનિધિઓ પણ આદિવાસી છે ત્યારે મઘ્ય પ્રદેશ અને ગુજરાતનાં લોકો સાથે રોટી બેટી નાં સામજિક વ્યવહારથી સંકળાયેલા છે. બન્ને રાજ્યોમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ રોડ જેવી બુનિયાદી સુવિધાઓનો ઉકેલ લાવવો જોઈએ. બે રાજ્યોમાં અટવાયેલા આ સાજનપુર ગામમાં કેટલીક ખૂબીઓ જોવા મળે છે પરંતુ, મઘ્ય પ્રદેશનાં ગામના લોકોને રોડ રસ્તા જેવી બુનિયાદી સુવિધાઓ થી વંચિત રહેવું પડ્યું છે. જેનો ઉકેલ ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માનવીય અભિગમ દાખવી ને લાવવો જોઈએ જેથી મહિલા ઓની પ્રસુતિ કે આવશ્યક સેવાઓ થી કોઈ વંચિત નહિ રહે?