ETV Bharat / snippets

કામરેજ નજીક બાઈક ચાલકોનો ભયંકર અકસ્માત, 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 2:12 PM IST

કામરેજ નજીક બાઈક ચાલકોનો ભયંકર અકસ્માત
કામરેજ નજીક બાઈક ચાલકોનો ભયંકર અકસ્માત (Etv Bharat Gujarat)

સુરત: પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશભાઇ પોતાના મિત્ર દર્શીલ અને મિલન સાથે વલસાડ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જેઓ કામરેજનાં વલથાણ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારોને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જોકે સદર અકસ્માતની ઘટનામાં બાઇક સવાર હિતેશ અને દર્શીલને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજી હતુ.મિલનને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને થતાં તેઓ બનાવનાં સ્થળે દોડી ગયા હતો. પોલીસે હાલ વાહન ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.