રાજકોટ: ભાજપા સંગઠનમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા હરેશ જોષીને કાર્યાલય મંત્રી તરીકેના હોદા પરથી દુર કરવામાં આવ્યા છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, 'ભાજપમાં કોઇ વિવાદ કે કોઈ જૂથવાદ નથી. કાર્યાલય મંત્રી બદલાનો નિર્ણય વ્યવસ્થાનો એક ભાગ છે. તેમની ટર્મ પૂર્ણ થતા નવા મંત્રીની નિમણુક કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓના હોદ્દા બદલાતા રહેતા હોય છે. થોડા સમય પહેલા પ્રદેશના કાર્યાલય મંત્રી પણ બદલાયા હતા. તેવી જ રીતે રાજકોટના કાર્યાલય મંત્રી બદલાયા છે. નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણૂક આપવામાં આવી છે. હરેશ જોષી છેલ્લા બે ટર્મથી ભાજપના કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા હતા.
રાજકોટ શહેર ભાજપમાં વિખવાદ: કાર્યાલય મંત્રીને પદ પરથી હટાવ્યા, નવા મંત્રીની નિમણૂક
Published : Oct 8, 2024, 9:48 PM IST