અમદાવાદ: કોલકાત્તામાં બનેલી જુનિયર મહિલા ડોકટરની દુષ્કર્મ અને હત્યાની ઘટના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે અમદાવાદની બી જે મેડિકલ કોલેજના રેસિડેન્સ ડોકટરો દ્વારા પણ આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ વિવિધ સરકારી તથા ખાનગી હોસ્પિટલો બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા શરૂ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, બે દિવસથી આ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે શનિવારે પણ આ વિરોધ યથાવત રહ્યો. તબીબોની માંગણી છે કે ડોક્ટરોની સલામતી માટે કોઈ ચોક્કસ કાયદા ઘડવામાં આવે અને ગુનેગારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તબીબોની હડતાળ, તબીબોએ નોંધાવ્યો કોલકાત્તાની ઘટનાનો વિરોધ
Published : Aug 18, 2024, 9:22 AM IST