નવી દિલ્હી: આંબેડકર ભવન ખાતે આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ, સામાજિક સંસ્થાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજયકક્ષાના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલના હસ્તે અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સુરતની નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.કેતન નાયકને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે.
અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સુરતના ડો.કેતન નાયકને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ એનાયત
Published : Aug 5, 2024, 11:16 AM IST