ETV Bharat / snippets

કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત : જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 10 કરોડનું ડ્રગ્સ મળ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 9:47 AM IST

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 10 કરોડનું ડ્રગ્સ મળ્યું
જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 10 કરોડનું ડ્રગ્સ મળ્યું (ETV Bharat Reporter)

કચ્છ : સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. 16 જુલાઈની મોડી સાંજે જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ આંકવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં જખૌ વિસ્તારમાંથી 192 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. BSF સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરિયાકાંઠે આવેલા ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પેકેટ દરિયાના મોજામાં તણાઈ આવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.