પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મોરવા હડફ તાલુકાના મોરા ગામે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, કાર્યક્રમમાં મંત્રી સહિતના વ્યક્તિઓના હસ્તે વિશેષ ઉપલબ્ધિ મેળવનાર વિધાર્થીઓ અને વ્યક્તિઓને સન્માનીત કરવામાં આવ્યા હતા, સાથે જ સરકારની વિવિધ યોજનાઓના લાભો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ પરંપરાગત આદિવાસી સંગીતના તાલે નૃત્ય કરીને ઝૂમી ઉઠ્યા હતા, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ મંત્રી બચુભાઇ ખાબડે સંબોધન કર્યું હતું
પંચમહાલ જિલ્લાના મોરા ગામે આદિવાસી દિવસની ઉજવણી, આદિવાસી સંસ્કૃતીની જોવા મળી ઝાંખી
Published : Aug 10, 2024, 12:41 PM IST