અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થલતેજમાં 1190 આવાસ યોજનાના મકાનોના બાંધકામ માટે આપ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટી બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે સંઘાણી બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા છ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી છે. હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે થલતેજમાં આવાસના મકાનો બનાવવા સંઘાણી બિલ્ડર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી થતા ગયા 5 મહિનામાં તેમણે સંપૂર્ણ રીતે કામ બંધ કરી દીધું હતું. 15% કામ પૂરું કરવા માટે હવે બીજા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાશે અને આમાં જે વધારાનો ખર્ચ થશે તે બિલ્ડરના શિરે રહેશે.
થલતેજ EWS આવાસના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી, કામ બંધ કરી દેતા બ્લેક લિસ્ટ કરાયા
Published : Oct 18, 2024, 7:23 PM IST