વલસાડમાં ખેરના લાકડાની ગેરકાયદેસર હેરફેર, મસમોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો - Valsad Crime - VALSAD CRIME
🎬 Watch Now: Feature Video
Published : May 22, 2024, 6:19 PM IST
વલસાડ : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાની ઢોલ ડુંગરીથી વગર પરવાનગીએ ખેરના લાકડા લઈ જતી ટ્રક ઝડપી લીધી છે. જેમાંથી 6 લાખથી વધુની કિંમતના લાકડા ઝડપી લીધા હતા. સાથે જ ચાલકની ધરપકડ કરી હતી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે, જે હરિયાણાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ ખેરના લાકડાનો કબજો લઈ જથ્થો ઉત્તર વન વિભાગ ધરમપુરને સોંપ્યો હતો. ધરમપુર વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાનો જથ્થો મેળવી તેની માપણી અને તપાસ કરી હતી. જેમાં ટ્રકમાંથી કુલ 419 નંગ ખેરના લાકડા 7947 ઘન મીટર, તેની અંદાજિત કિંમત પાંચ લાખ 15 હજાર રૂપિયા થયા છે, તે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. આમ ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાં ગેરકાયદેસર લઈ જવાતા ખેરના લાકડાનો જથ્થો કબજે લીધો છે. વધુ કાર્યવાહી ઉત્તર વન વિભાગ ધરમપુર કરી રહી છે.