રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે; અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી - weather for the next 7 days
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 10:38 PM IST
અમદાવાદઃ હવામાન વિભાગે અગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં અતિ ભારે વરસાદ થશે તેમ જણાવ્યું છે. દેશમાં ચોમાસાની ઋતુ હોવાથી ભારતના અલગ અલગ રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં હવે આગામી અઠવાડીયું કેવું રહેશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે જેની પરિસ્થિતિ વિશે હવામાન વિભાગે માહિતી આપી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ આવનારા સાત દિવસો સુધી રહેશે. સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અધિકારી રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ઓફ સૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે.