PSI અને LRD ભરતીની તૈયારી કરી રહેલા, ઉમેદવારો માટે અરજી કરવા ફરી પોર્ટલ ખુલશે - PSI and LRD News - PSI AND LRD NEWS
🎬 Watch Now: Feature Video
Published : Aug 14, 2024, 10:26 PM IST
ગાંધીનગર: જે ઉમેદવારો પીએસઆઇ અને લોકરક્ષક દળ ની પરીક્ષા માટે ફોર્મ ભરવાનું ચૂકી ગયા તેમને ફરીથી રાજ્ય સરકાર દ્વારા તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં PSI અને લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન PSI અને લોકરક્ષક ભરતીના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. આ સાથે ફોર્મ ભરતી વખતે ડુપ્લિકેશનની સમસ્યા ન ઊભી થાય તે માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 26 ઓગસ્ટથી PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જો સ્નાતક થઈ ગયા હોય તો તેમણે માત્ર PSI ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે આ ઉમેદવારોને ફરીથી લોકરક્ષક ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.