વાંકાનેર પંથકમાં દીપડાએ ફરી દેખા દેતા વન વિભાગ આવ્યું હરકતમાં - forest department in Wankaner - FOREST DEPARTMENT IN WANKANER
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 6:19 PM IST
વાંકાનેર: મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકામાં રામપર વિડી આવેલી છે. ત્યારે ત્યાં અવારનવાર દીપડા જેવા પશુઓ દેખા દેતા હોય છે. અને અન્ય પશુઓનું મારણ કરતાં પણ અનેક બનાવ બન્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાંકાનેર તાલુકાના જાલસીકા અને હોલમઢ ગામમાં દીપડાએ દેખા દીધી છે. તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જેથી હોલમઢ અને જાલસીકા ગામમાં બે દિવસથી દીપડો દેખાતો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી.
દીપડાને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી હાથ ધરી: જેને પગલે વન વિભાગ ટીમેં સ્થળની મુલાકાત લીધી હતી. અને જાલસીકા ગામમાં ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે. જે મામલે વન વિભાગના અધિકારી પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે બે દિવસથી દીપડાના આંટા ફેરા પંથકમાં વધ્યા છે. અને ગ્રામજનોની રજૂઆતને પગલે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો જલદી પાંજરે પુરાયા તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. તો બે દિવસમાં દીપડાએ હાલ કોઈ મારણ પણ કર્યું નથી.