મોડી રાત્રે ધમધમતા કેફે અને સ્મોકિંગ ઝોન પર સુરત પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ - Surat police
🎬 Watch Now: Feature Video
Published : Jul 12, 2024, 10:21 AM IST
સુરત : શહેરોમાં મોડી રાત સુધી કેફે અને સ્મોકિંગ ઝોનમાં બેસવું જાણે ફેશન બની ગયું છે. સુરત પોલીસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે, કેટલાક કેફે અને પાનના ગલ્લા પર લોકો ડ્રગ્સનું સેવન કરે છે. અનેક જગ્યાએ ખાસ સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં આ લોકો નશા કરે છે. આવા સ્થળો પર અચાનક જ સુરત SOG પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11:00 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો અને કેફે ખુલ્લા રાખનાર તમામ લોકોના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પોલીસે ત્યાં હાજર લોકોને સમજાવ્યા હતા કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા પર ગેરપ્રવૃતિઓ કરવામાં આવે છે. નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે. જેથી લોકો પણ સતર્ક રહે અને મોડી રાત્રે આવી જગ્યાએ ન બેસે.