સુરત પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા વલથાણ ખાતે સાયબર અવરનેસને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું - Cyber ​​Awareness Press Conference - CYBER ​​AWARENESS PRESS CONFERENCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 6:59 PM IST

સુરત: જિલ્લામાં સુરત પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા વલથાણ ખાતે સાયબર અવરનેસને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોમા સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ આવે તેમજ તેઓ તેના ભોગ ના બને તે અંગેની માહિતી આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં એક વર્ષમાં 3809 સાયબર ક્રાઇમની અરજી થઈ હતી. ખાસ કરીને લોકો નાણાંકીય ઘટનાના વધુ ભોગ બન્યા હતા. 

20 થી વધુ યુનિવર્સિટી કોલેજમાં સાયબર અવરનેસ કાર્યક્રમ: નાણાકીય ઘટનાને લઈ થયેલા ફ્રોડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2 કરોડ, 38 લાખ, 98 હજાર, 998 રૂપિયા (2,38,98,998) જેટલી રકમ પરત અપાવવામાં આવી છે. જ્યારે ₹.1,19,28,293 રકમ પરત આપવા માટે કાર્યવાહી શરૂ છે. 20 થી વધુ યુનિવર્સિટી કોલેજમાં સાયબર અવરનેસ કાર્યક્રમ યોજી જન જાગૃતિ માટેનું અભિયાન કરવામાં આવી ચૂક્યું છે.

ફ્રોડની ઘટનાઓમાં નીચે મુજબની બાબતમાં વધારો થયો.  

(1) ખોટી ઓળખ, બેંક કે અન્ય અધિકારીની ઓળખ આપી લોકોની વ્યક્તિગત માહિતી મેળવી ફ્રોડ આચરવું  

(2) રોકાણની લાલચ, ઘણી વાર રોકાણ કરવાથી મોટો લાભ થવાની લાલચ આપી શેર માર્કેટમાં નફો કરાવી આપવાની ઘટનામા

(3) ક્રેડિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરી વ્યક્તિગત માહિતી મેળવી લેવી  

(4) ઓનલાઇન ખરીદી દ્વારા, ખોટી વેબસાઈટ મારફતે ઓનલાઈન શોપીંગની લાલચ બતાવી  

(5) ઓટીપી વગર, સરકારી બેંકો દ્વારા આવતા ભળતા મેસેજ મોકલી વ્યક્તિગત માહિતી મેળવવી  

(6) લોન એપ્લિકેશન, લોન લેવા માટે ચાઇનીશ એપ્લિકેશન મારફતે વ્યક્તિગત માહિતી મેળવી ફ્રોડ આચરનાર વ્યકિત દ્વારા તેને જાહેર કરી પૈસા પડાવવા  

(7) લિંક દ્વારા, અસલી વેબસાઈટને મળતી આવતી હેકર્સ દ્વારા મોકલેલી લિંક પર ક્લીક કરાવવાની ઘટના  

(8) નોકરી આપવાની ઘટના, વિવિધ પોસ્ટ પર નોકરી આપવાનું કહી વ્યક્તિગત માહિતી મેળવીને  

(9) બુકિંગ દ્વારા, બુકિંગને લગતી વેબસાઈટ બનાવી હોટલ સહિતની બુકિંગ વાળી ઘટનામાં ફ્રોડ કરવું.  

(10) ફેસબુક મારફતે ફેસબુક એપ્લીકેશન મારફતે ખોટું એકાઉન્ટ બનાવી મિત્ર વર્તુળમાંથી વ્યક્તિગત માહિતી મેળવી પૈસાની આચરવામાં આવતી ફ્રોડની ઘટના  

(11) તાસ્ક મારફતે, વિવિધ તાસ્ક આપી શરૂઆતમાં મામૂલી રકમ પરત કરવાની ઘટનાથી લઈ મોટી રક્તનું રોકાણ કરવાની લાલચ આપી કરાતી ફ્રોડની ઘટનાઓ વાળી મોડેસ ઓપરેન્ડી દ્વારા સાઇબર ક્રાઈમની ઘટનાને અંજામ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.