ઉચવાણ ગામે ડબલ મર્ડરની ચકચારી ઘટનામાં પોલીસે ફરાર સૂત્રધાર સહિત 2ની ધરપકડ કરી - Surat News
🎬 Watch Now: Feature Video
સુરતઃ ઉમરપાડાનાં ઉચવાણ ગામે ડબલ મર્ડરની ચકચારી ઘટનામાં પોલીસ પકડથી દુર રહેલા મુખ્ય સુત્રધાર સહિત 2ને પોલીસે દબોચી લીધા છે. અફઝલ શેખ અને પ્રજ્ઞેશ ગામીતની પુછપરછથી પોલીસ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી શકશે. ઉમરપાડાનાં ઉચવાણ ગામે સુરતનાં 2 યુવકોને મોતને ઘાટ ઉતારી દઈ કબ્રસ્તાનમાં દફનાવી દેવાની ઘટનામાં પોલીસે 6 આરોપીઓની અટક કરી હતી. આજે પોલીસ પકડથી દુર રહેલા મુખ્ય સુત્રધાર સહિત 2ને ઝડપી લેવાયા હતા. સુરત ગ્રામ્યના ડિવાયએસપી બી. કે. વનારના જણાવ્યા પ્રમાણે, સુરત લીંબાયતનાં બીલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને અઝરૂદીન ઉર્ફે અજ્જુ કાદર શેખની ગત તા. 10 જૂનના રોજ ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે તપાસમાં જોડાયેલી પોલીસે ગણતરીનાં દિવસોમાં જ હત્યારાઓ સુધી પહોંચી જઇ 6 આરોપીઓની અટક કરી હતી. જે પૈકી ખુર્શીદઅલી મુનાવરઅલી સૈયદ (લીંબાયત), જમાઇ મહંમદ અસ્લમ હાજી અબ્દુલ શેખ(ઉચવાણ), કૌશીક પ્રતાપ વસાવા રહે ચારણી, સલમાન ગફાર કાકર, આસીફ સલીમ કાકર, વિશાલ રાજુ રાણા ઉપરોક્ત 3 રહે વ્યારા ની પોલીસે અટક કરવામાં આવી હતી. તેમજ ઉપરોક્ત ડબલ મર્ડર ચકચારી ઘટનાનાં મુખ્ય સુત્રધાર અફઝલ હાજી શેખ અને પ્રજ્ઞેશ ગામીત વોન્ટેડ હોવાનાં કારણે પોલીસે જેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરતા પોલીસને સફળતા મળી હતી. પોલીસે આજે મુખ્ય સુત્રધાર અફઝલ શેખ અને પ્રજ્ઞેશ ગામીત રહે તાડકુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હોવાનું જાણવા મળ્યું હતું.