ઓલપાડ તાલુકામાં સાંજે વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન ફુંકાયો - Surat News
🎬 Watch Now: Feature Video
Published : May 27, 2024, 10:55 PM IST
સુરતઃ ઓલપાડ તાલુકામાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનની ગતિમાં એકાએક વધારો થયો હતો. જેનાથી લોકોને બફારામાંથી રાહત મળી હતી. ઘણા લોકો ઘરની બહાર બેસતા નજરે ચડ્યા હતા. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો. બફારાનું પ્રમાણ વધતાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. પ્રસંગોમાં પણ કૂલર, પાણીના ફુવારા સહિતની વ્યવસ્થાઓ કરવાની ફરજ પડી હતી. લોકો પરસેવે રેબઝેબ થઇ જતાં હતાં. આજે સાંજે ઓલપાડ તાલુકાના કીમ, કુડસડ, કઠોદરા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનની ગતિમાં વધારો થયો હતો. જેનાથી લોકોને બફારાથી રાહત મળી હતી. બફરાથી હેરાન પરેશાન થઈ ગયેલ લોકો ઘરની બહાર ખુરશી, ખાટલાઓ નાખી બેસતા નજરે ચડયા હતા. કીમ ગામના સંજયભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી 42-43 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું હતું જેનાથી સૌ કોઈને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. આજ સાંજે પવનની ગતિમાં વધારો થતાં બફારાથી રાહત થઈ હતી. હવે ચોમાસુ થોડા દિવસમાં બેસેશે તેવી અમને આશા છે.