ડિંડોલીમાં બ્રીજના ખાડામાં ડૂબી જતાં એક કામદારનું મૃત્યુ થયું - Surat News

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 5:12 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ ડિંડોલીમાં બ્રિજ માટે ખોદેલા ખાડામાં પાણી ભરાઈ જતાં હાજર કામદાર યુવક પાણી કાઢવા માટે મોટર ચાલુ કરવા ગયો હતો. તે દરમિયાન અચાનક પગ લપસી જતાં યુવક ખાડામાં પડી ગયો હતો. આ કામદાર ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલીને જોડતા અંડર ગ્રાઉન્ડ બ્રિજની બિલ્ડકોન કંપનીની સાઈડ પર મજૂરી કામ કરતો હતો. તેની પત્ની પણ તેની સાથે ત્યાં જ મજૂરી કામ કરતી હતી. દંપતી ત્યાં જ રહીને કામ પણ કરતા હતા. દિનેશ ભાંભોર વરસાદના કારણે અંડરબ્રિજના ખાડામાં ભરાયેલા પાણી કાઢવા માટેની મોટર ચાલુ કરવા ગયો હતો. તે દરમિયાન દિનેશનો પગ લપસી જતા તે ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી ગયો હતો. તેના સાથી કર્મચારીઓને જાણ થતા તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. શ્રમજીવી પરિવારના યુવકનું મોત થતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.