Heart Attack: માંગરોળમાં 40 વર્ષીય આધેડ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ - Surat Mangrol Pipodara
🎬 Watch Now: Feature Video
Published : Mar 14, 2024, 10:09 PM IST
સુરતઃ માંગરોળના પીપોદરા ગામમાં હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. 40 વર્ષીય પુરુષ પાણી ભરતી વખતે અચાનક જ ઢળી પડ્યો. તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ વ્યક્તિના મૃત્યુનું કારણ પણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાક્રમઃ રાજન બૈગા પીપોદરા ગામની સીમમાં ટેમ્પા ગલીમાં આવેલ કુબેર પોલીટેક્ષ નામની કંપનીમાં કામ કરી રહ્યો હતો. રાજન બૈગા પીવાનું પાણી ભરતી વખતે અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડૉક્ટરે હાર્ટએટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકની ઉંમર 40 વર્ષ છે. આ વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. હોસ્પિટલ લઈ જવામાં આવતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે...નલિનભાઈ(ASI, કોસંબા પોલીસ સ્ટેશન)