TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો: SITના અધ્યક્ષે કહ્યું ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે - SIT Chairman on TRP fire incident - SIT CHAIRMAN ON TRP FIRE INCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 2:21 PM IST

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલા વિશે  SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ તાજેતરમાં મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, "રાજકોટમાં નિર્દોષ વ્યક્તિના પરિવાર સાથે અમારી સંવેદના છે." આ સાથે જ તેમણે કેસ અંગે તપાસમાં આગળ શું કામ થઈ રહ્યું છે તેની પણ વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ તપાસ ખૂબ વિશાળ પાયે કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ એજેન્સીઓ સંકળાયેલી છે. આથી આની તપાસ ખૂબ ઊંડાણથી કરવામાં આવી રહી છે જેથી કોઈ દોષિત છૂટી ન જાય તેમજ કોઈ નિર્દોષ આનો ભોગ ન બને તેને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે બાંહેધરી આપતા કહ્યું કે, "તપાસ સંપૂર્ણ રીતે ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ રીતે થશે." 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.