Shakti Singh gohil: રાહુલ ગાંધીની યાત્રાને સફળ અને સમર્થન આપવા માટે શક્તિસિંહ ગોહિલે ગુજરાતવાસીઓનો માન્યો આભાર - Shakti Singh gohil
🎬 Watch Now: Feature Video
Published : Mar 10, 2024, 9:09 PM IST
ગાંધીનગર: ગુજરાતમાં રાહુલ ગાંધીની 4 દિવસીય ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ થઈ છે. ત્યારે આ યાત્રાને સફળ બનાવવા માટે અને રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે સમગ્ર ગુજરાત વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. એક વીડિયો સંદેશ દ્વારા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની જનતા અને કોંગ્રેસના તમામ કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. શક્તિસિંહ ગોહિલે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે, વ્હાલા ગુજરાતીઓએ રાહુલ ગાંધીને ખુબ પ્રેમ, સમર્થન અને આશીર્વાદ આપ્યા છે. ગુજરાતવાસીઓએ જે પ્રકારે રાહુલ ગાંધીનું અને ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યુ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરૂં છું. મહત્વપૂર્ણ છે કે, ગત 7 માર્ચના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી હતી અને 4 દિવસ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ હતી અને આજે એટલે કે 10મી માર્ચના રોજ તાપી જિલ્લાના વ્યારાથી ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ હતી.