સુરતમાં કિશોરી સાથે અડપલાં કરનારને મળી સજા, કોર્ટે 3 વર્ષ જેલ અને દંડ ફટકાર્યો - Surat girl molested - SURAT GIRL MOLESTED
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 10:04 AM IST
સુરત : અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા કિશોરી સાથે અડપલાં કરવાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને 3 વર્ષની સજા અને 25 હજાર દંડનો હુકમ કર્યો હતો. 27 વર્ષીય આરોપી ધર્મેશ બારડ 16 વર્ષીય કિશોરી સાથે મોબાઇલ મારફત સંપર્કમાં આવ્યો હતો. આરોપી 26 ફેબ્રુઆરી, 2020ના રોજ પીડિતાને નાસ્તો કરાવવાનું કહી પોતાના ઘરે લઈ ગયો હતો. બીજી તરફ દીકરી ઘરે નહીં આવતા માતા-પિતાએ શોધખોળ આદરી હતી. બીજા દિવસે કિશોરીએ માતાને કોલ કરીને પોતે આરોપીને ત્યાં હોવાનું કહ્યું હતું. આથી માતા-પિતા પોલીસની સાથે જ આરોપીના ઘરે પહોંચ્યા અને ત્યાં પીડિતાના સ્ટેટમેન્ટ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી.
સરકાર તરફે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આરોપીએ પરિણીત હોવા છતાં પોતે લગ્ન ન કર્યા હોવાનું કિશોરીને કહ્યું હતું. તે જાણતો હતો કે, પીડિતા કિશોરી છે છતાં અડપલાં કર્યા હતા. કોર્ટે પીડિતાને 50 હજાર વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.