રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ પર રમેશભાઈ ઓઝાની પ્રતિક્રિયા, શું કહ્યું તે જાણવા જૂઓ આ વિડીયો - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : May 28, 2024, 8:48 PM IST
પોરબંદરઃ આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા નારદ જયંતિના અનુસંધાને પોરબંદરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કથાકાર રમેશભાઈ ઓઝાએ રાજકોટ આગ દુર્ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ પ્રથમ વાર ઘટના બની નથી તેનું વધુ દુઃખ છે. આ પ્રજા અને પ્રશાસન ની લાપરવાહી છે . પ્રશાસને પણ સતત ચોકસાઈ અને નિષ્ઠા પૂર્વક કાયદાનું પાલન કરાવવું પડે. ઘાયલ અને મૃતકોને સહાય કરવામાં આવે છે પરંતુ જિંદગી ગુમાવી તે દુઃખદ વાત છે. સાચી શ્રીદ્ધાજલિ આપી ત્યારે જ કહેવાશે જ્યારે તમામ અધિકારીઓને પોતાના ક્ષેત્રમાં ભ્રષ્ટાચારથી મુક્ત નિયમનું પાલન કરાવવામાં આવે. ઘણી વાર બોરવેલમાં છોકરાઓ પડી જાય છે તે ઘટનાનું પણ રિપીટેશન થાય છે. પ્રજા એ પણ જાગૃત થવાની જરૂર છે. જ્યાં પણ આ થાય ત્યાં કડક નિયમ બનાવવામાં આવે. આમ સામાન્ય સાવધાની અને ચોક્સાઈ રાખવાથી પણ આવી ઘટના અટકી શકે તેમ છે પરંતુ લાપરવાહી બરદાસ્ત નથી થતી.