પંજાબ કિંગ્સના બોલિંગ કોચ ત્રેવર ગોંઝાલવિસે હર્ષલ અને ચહલને સ્ટ્રોંગ પ્લેયર્સ ગણાવ્યા - Punjab Kings - PUNJAB KINGS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 9:41 PM IST

Updated : Apr 3, 2024, 9:57 PM IST

અમદાવાદઃ  આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 17મી મેચમાં યજમાન ગુજરાત ટાઇટન્સની ટક્કર પંજાબ કિંગ્સ સામે થશે. આજે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે જીતનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સના બોલિંગ કોચ ત્રેવર ગોંઝાલવિસે પણ પોતાની ટીમની સ્ટ્રેટેજી, બોલિંગ સ્ટ્રેન્થ વિશે પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા. બોલિંગ કોચ ગોંઝાલવિસે જણાવ્યું હતું કે, હર્ષલ અને ચહલ સ્ટ્રોંગ પ્લેયર્સ છે. તે બંને ખેલાડીઓએ કપરી પરિસ્થિતિમાં પણ યોગ્ય પ્રદર્શન કર્યુ છે. તેમનું કબબેક પણ બહુ ઝડપી રહ્યું છે. અમારી ટીમના બોલર્સે પોતાની બોલ ફેંકવાની સ્પીડ પર સારી એવી મહેનત કરી છે. અમને આશા છે કે અમારા ખેલાડીઓ સારુ પ્રદર્શ કરશે.  

  1. ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માએ ગિલ અને આશિષ નહેરાની કરી પ્રસંશા, જાણો શું કહ્યું - MOHIT SHARMA 
  2. આજે જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે ઉતરશે કોલકાતા, પંત પર રહેશે તમામની નજર - IPL 2024 DC Vs KKR
Last Updated : Apr 3, 2024, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.