ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચનો રોમાંચ, અમદાવાદીઓએ શું કહ્યું... - T20 Cricket World Cup 2024 - T20 CRICKET WORLD CUP 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 1:59 PM IST

અમદાવાદ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ રમાવવા જઇ રહી છે, ત્યારે સમગ્ર દેશની નજર આ મેચ પર છે. અને આ મેચને લઇને ખેલ પ્રેમીઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવા જઇ રહી છે. તેને લઇને ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે, અને લોકોની નજર આ મેચ પર જ ટકેલી છે, સમગ્ર દેશમાં આને લઇને એક અલગ જ માહોલ બની ગયો છે. ખેલ પ્રેમીઓ આ મેચ માટે ઉત્સાહથી રાહ જોઇ રહ્યા છે. ભારતીય ટીમમાં રીંકુ સિંહ, રોહિત શર્મા, શુભમન ગીલ, સુર્યકુમાર યાદવ, વિરાટ કોહલી આ ટીમમાં શામેલ છે.ત્યારે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમ, સલીમ અયુબ, ઉસ્માન ખાન, ઇફ્તિખાર અહેમદ,ઇમાદ વસીમ પાકિસ્તાન ટીમ તરફથી મેચ રમશે ત્યારે ભારત અને પાકિસ્તાન મેચ માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને T20 વર્લ્ડ કપ મેચને લઇને અમદાવાદના લોકોએ પ્રતિક્રિયા આપી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.