પોરબંદરમાં વરસાદનો કહેર, SP અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ કરવા ટીમ તૈનાત - RAIN IN PORBANDAR - RAIN IN PORBANDAR
🎬 Watch Now: Feature Video
Published : Jul 19, 2024, 11:02 PM IST
પોરબંદર: શહેરમાં ધીમી ધારથી વધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરના અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે અને પોરબંદરના ખાસ કરીને રાજીવનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજીવનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય જેના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને લોકોએ તાત્કાલિક પાણીનો ઉકેલ લાવવા તંત્રને અપીલ કરી હતી, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પણ લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરના SP અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ કરવા માટે ટીમ તૈનાત કરી છે. ઘેડ વિસ્તારમાં મુશ્કેલીમાં મુકાયેલ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું .ત્યારે પોરબંદરમાં આગામી સમયમાં પણ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.