મહારાષ્ટ્રના હાથનૂર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ - releasing water from Hatnoor Dam - RELEASING WATER FROM HATNOOR DAM
🎬 Watch Now: Feature Video
Published : Jun 28, 2024, 4:58 PM IST
સુરત: આજ રોજ મહારાષ્ટ્રમાં આવેલ હાથનૂર ડેમના દ્વાર ખોલવામાં આવ્યા હતાં. પાણી છેડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. જેમાં હાથનૂર ડેમનો ગેટ એક મીટર જેટલો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી સુરતના ઉકાઈ ડેમમાં આવ્યું હતું. જેથી ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં કુલ 6,392 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાય છે. તો બીજી તરફ ડેમની હાલ જળસપાટી 305.47 ફૂટ પહોચી છે. ત્યારે ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટની છે ત્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. અને ડેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ ભરાશે તેવી આશા જોતરાઈ રહી છે.